રોહિત શર્મા ખેલાડીઓને આટલી ગાળો કેમ બોલે છે? પોતે જ જણાવી દીધુ કારણ, જુઓ Video 

રોહિત શર્મા ખેલાડીઓને આટલી ગાળો કેમ બોલે છે? પોતે જ જણાવી દીધુ કારણ, જુઓ Video 

હાલ આઈપીએલ 2024 ટુર્નામેન્ટ ચાલુ છે. એકબાજુ જ્યાં મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી અને હાર્દિક પંડ્યા પર રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવવાને લઈને માછલા ધોવાઈ રહ્યા છે ત્યાં રોહિત શર્મા વિશે વિસ્ફોટક બેટર શ્રેયસ ઐય્યરે મોટો ખુલાસો કર્યો છે. વાત જાણે એમ છે કે શ્રેયસ ઐય્યર અને રોહિત શર્મા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શોમાં આવ્યા હતા. આ શો દરમિયાન બંને ખેલાડીઓએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. આ ખુલાસાઓથી ચોક્કસપણે ફેન્સ આશ્ચર્યચકિત થઈ શકે છે. મોટાભાગના ફેન્સને એમ લાગતું હશે કે ભારતીય ટીમમાં સૌથી વધુ ગાળાગાળી વિરાટ કોહલી કરતા હશે પરંતુ તમને જણાવી દઈએ કે શ્રેયસ ઐય્યરે કોઈક બીજાનું જ નામ લીધુ છે. 

શ્રેયસ ઐય્યરનો ખુલાસો
શો દરમિયાન કપિલ શર્માએ શ્રેયસ ઐય્યરને પૂછ્યું કે તમે કયા  ખેલાડીનો ફોન સ્પીકર પર રાખીને વાત કરી શકતા નથી. તો ઐય્યરે રોહિત શર્માનું નામ લીધુ. જ્યારે તેમને કારણ પૂછવામાં આવ્યં તો ઐય્યરે કહ્યું કે રોહિત શર્મા ખુબ ગાળો દે છે. આ દરમિયાન રોહિત શર્મા પણ ત્યાં જ હતા. આમ છતાં ઐય્યરે તેમની સામે જ કહી દીધુ. ઐય્યરે કહ્યું કે હું ભૂલેચૂકે પણ રોહિતનો ફોન સ્પીકર પર રાખીને વાત કરતો નથી. શ્રેયસે એમ પણ કહ્યું કે ક્યારેક તો એક જ વાક્યમાં બે ગાળ આપે છે. 

New teaser released by Netflix...! pic.twitter.com/Z8oRz1ZhFf

— Selfless⁴⁵ (@SelflessCricket) April 4, 2024

જેના જવાબમાં રોહિત શર્માએ મજાકીયા અંદાજમાં કહ્યું કે તેમના ખેલાડી 'સુસ્ત મૂર્ગે' (આળસુ) છે. આવામાં તેમની પાસે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. રોહિત શર્માએ કહ્યું કે 'હું જે પણ કહું છું તે સ્ટમ્પ માઈકમાં કેદ થઈ જાય છે. હું પાછળ સ્લિપ પર ઊભો હોઉ છું. મારી પાસે કઈ બીજો વિકલ્પ નથી. અમારા છોકરા 'સુસ્ત મુર્ગે' (આળસુના પીર) છે. આથી મારે બોલવું પડે છે. '

— Satya Prakash (@Satya_Prakash08) April 7, 2024

કોની સાથે રૂમ શેર કરવો ન ગમે
આ સિવાય જ્યારે ઐય્યરને પૂછવામાં આવ્યું કે તને કયા ખેલાડી સાથે રૂમ શેર કરવો ન ગમે તો ઐય્યરે શિખર ધવન અને ઋષભ  પંતનું નામ આપ્યું હતું. ઐય્યરે કહ્યું કે ધવન અને પંત બંને ખુબ ગંદા રહે છે. બંનેના રૂમ ખુબ ગંદા રહે છે. સામાન આમ તેમ વિખરાયેલો હોય છે. આ કારણસર આ બંને ખેલાડીઓ સાથે રૂમ શેર કરી શકાય નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news