રોહિત શર્માનું લાંબો સમય કેપ્ટન તરીકે રહેવું ખુબ જ મુશ્કેલ, આ ખેલાડી છીનવી લેશે ટીમની કમાન!
BCCIએ કડક નિર્ણય લેતા વિરાટ કોહલી પાસેથી ODI ટીમની કેપ્ટનશીપ છીનવી લીધી. પરંતુ રોહિત હાલ 34 વર્ષનો છે. ઘણા ક્રિકેટરો આ ઉંમર સુધીમાં નિવૃત્તિની જાહેરાત કરી દે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન તરીકેની પસંદગી સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની આવી છે. રોહિતના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે તેને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે. BCCIએ કડક નિર્ણય લેતા વિરાટ કોહલી પાસેથી ODI ટીમની કેપ્ટનશીપ છીનવી લીધી. પરંતુ રોહિત હાલ 34 વર્ષનો છે. ઘણા ક્રિકેટરો આ ઉંમર સુધીમાં નિવૃત્તિની જાહેરાત કરી દે છે. જેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે રોહિત ઈચ્છે તો પણ લાંબો સમય સુકાની તરીકે રહી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને 2023ના વર્લ્ડકપ પછી નવા કેપ્ટનની જરૂર પડશે.
આ કારણે લાંબો સમય નહીં ટકે રોહિતની કેપ્ટનશિપ
વાસ્તવમાં, રોહિત શર્મા માટે લાંબા સમય સુધી ODI અને T20 ટીમનો કેપ્ટન બનવું મુશ્કેલ છે કારણ કે તે હવે 34 વર્ષનો છે અને તે વિરાટ કોહલી (33) કરતા એક વર્ષ મોટો છે. આ ઉંમરે મોટા ખેલાડીઓની ફિટનેસ સાથ આપતી નથી અને તેઓ નિવૃત્તિની યોજના બનાવવા લાગે છે. 7-8 વર્ષના લાંબા સમયનો વિચાર કરીને રોહિતને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. BCCIએ 2023ના વર્લ્ડકપ વિશે વિચારીને જ તેને કેપ્ટનશિપ આપી છે. અને કદાચ આ ટુર્નામેન્ટ બાદ રોહિત પણ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં થોડા વર્ષો બાદ ટીમ ઈન્ડિયા માટે નવા કેપ્ટનની શોધ કરવામાં આવશે.
આ ખેલાડી નવો કેપ્ટન બનશે
ટીમ ઈન્ડિયાનો યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત રોહિત શર્મા બાદ નવો કેપ્ટન બનવાનો મોટો દાવેદાર છે. પંત માત્ર 24 વર્ષનો છે અને તેણે IPLમાં કેપ્ટનશિપ કારકિર્દી તરીકે સારી શરૂઆત કરી હતી. એ વાત ચોક્કસ છે કે પંતે બહુ ઓછા સમયમાં ભારતીય ટીમમાં લાંબા સમય સુધી પોતાનું સ્થાન બનાવી લીધું છે. તે હજુ યુવાન છે અને તેની પાસે હજુ લાંબી કારકિર્દી બાકી છે. આ કારણે તે કોઈપણ ખેલાડી કરતાં વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે. રોહિતની જગ્યાએ તેને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.
આઈપીએલમાં દેખાડ્યો હતો કમાલ
IPL 2021માં પણ ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સનું શ્રેષ્ઠ નેતૃત્વ કર્યું હતું. લીગ મેચો બાદ દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. જોકે, દિલ્હીની ટીમને ક્વોલિફાયરની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં, પંતે પહેલી જ વાર બતાવ્યું કે તે કેવી રીતે કેપ્ટન્સી કરી શકે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે વિકેટની પાછળથી પંત બૂમો પાડીને બોલરોને યોગ્ય દિશામાં બોલિંગ કરવાનું કહે છે. આના પરથી એ પણ સમજાય છે કે વિકેટ પાછળના ખેલાડીને રમતની સમજ અન્ય કોઈ ખેલાડી કરતાં વધુ હોય છે.
ધોનીની જેમ કરી શકે છે કમાલ
પંત પણ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ કમાલ કરી શકે છે. ધોનીને અચાનક ટીમની કમાન સોંપવામાં આવી હતી. માહીએ 2007માં પોતાની કેપ્ટનશિપમાં આવતાની સાથે જ T20 વર્લ્ડકપની ટ્રોફી જીતી લીધી હતી. આ પછી ધોનીએ 2011 વર્લ્ડકપમાં પણ ભારતને જીત અપાવી હતી. કેપ્ટન કૂલના નામથી દુનિયાભરમાં પ્રખ્યાત ધોની વિકેટ પાછળથી રમત બદલવા માટે ખૂબ જ મશહૂર હતો. પંત પણ આવનારા સમયમાં આવું જ કંઈક કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે