ઓગસ્ટની આ તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

Weather Updates : 21 ઓગસ્ટથી ફરીથી ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી,,, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પડશે વરસાદ

ઓગસ્ટની આ તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો છે, તેની હજી સુધી પધરામણી થઈ નથી. ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકશે. હાલ તો આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ એલર્ટ નથી. માત્ર આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પરંતું હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપ્યા છે તે ખુશીના છે. હવામાન વિભાગે જણાવ્યુ કે, 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમા ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. 

આગાહીકાર પરેશ ગોસ્વામીના આગાહી
હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. 17-18 ઓગસ્ટએ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે. જેમાં 17થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે. 
    
તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news