IND vs AUS: ફાઇનલમાં વોર્નર-માર્શ માટે કાળ બનશે આ ભારતીય બોલર! આખી મેચ બદલી દેશે

India vs Australia World Cup Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો એક ઘાતક બોલર ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં તબાહી મચાવી શકે છે.

IND vs AUS: ફાઇનલમાં વોર્નર-માર્શ માટે કાળ બનશે આ ભારતીય બોલર! આખી મેચ બદલી દેશે

World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો એક ઘાતક બોલર ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં તબાહી મચાવી શકે છે. તમને જણાવી દઈએ કે 20 વર્ષ બાદ ફરી એકવાર ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં ભારત સામે કુલ 8 મેચ જીતી છે. આ સાથે જ વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે કુલ 5 મેચ જીતી છે.

જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે સૌથી મોટો કાળ સાબિત થઈ શકે છે. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયાના ખતરનાક બેટ્સમેન ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ જેવા ખતરનાક બેટ્સમેનોથી સજ્જ છે. જો જસપ્રીત બુમરાહ શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરને તહસ નહસ કરી નાખશે તો ટીમ ઈન્ડિયાનું અડધું કામ આસાન થઈ જશે.

પલભરમાં પલટાઈ શકે છે આખી મેચ
જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ ઓસ્ટ્રેલિયાના કેમ્પમાં ખળભળાટ મચાવી શકે છે. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. જસપ્રીત બુમરાહમાં 140-150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની પ્રતિભા છે. જસપ્રીત બુમરાહ બોલિંગ દરમિયાન મહત્વની ક્ષણોમાં વિકેટ પણ લઈ શકે છે.

જસપ્રીત બુમરાહ ખતરનાક યોર્કર મારવામાં માહેર 
જસપ્રીત બુમરાહ પ્રારંભિક અને અંતમાં ઓવરોમાં ખૂબ જ ઘાતક ઝડપી બોલર છે. જસપ્રીત બુમરાહ ખતરનાક યોર્કર મારવામાં માહેર છે. આ તાકાતના કારણે જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. જસપ્રીત બુમરાહે ભારત માટે 88 ODI મેચોમાં 23.58ની શાનદાર બોલિંગ એવરેજથી 147 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહે ODI ક્રિકેટમાં બે વખત 5 વિકેટ ઝડપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news