ભારતને આ રીતે હરાવી એલિસ્ટર કુકને પરફેક્ટ વિદાય આપવા માંગે છે ઇંગ્લેન્ડ

ઇંગ્લેન્ડના કેપ્તાન જો રુટનું કહેવું છે કે, તેઓ ભારતની સામે પાંચમી અને છેલ્લી ટેસ્ટ જીતને અલિસ્ટર કુકને પરફેક્ટ વિદાય આપવા માંગે છે અને સાથે આ જીતથી દુનિયામાં એક મજબૂત સંકેત આપવા ઇચ્છે છે.

ભારતને આ રીતે હરાવી એલિસ્ટર કુકને પરફેક્ટ વિદાય આપવા માંગે છે ઇંગ્લેન્ડ

લંડન: ઇંગ્લેન્ડના કેપ્તાન જો રુટનું કહેવું છે કે, તેઓ ભારતની સામે પાંચમી અને છેલ્લી ટેસ્ટ જીતને અલિસ્ટર કુકને પરફેક્ટ વિદાય આપવા માંગે છે અને સાથે આ જીતથી દુનિયામાં એક મજબૂત સંકેત આપવા ઇચ્છે છે. કેપ્તાન રુટે કહ્યું હતું કે, કુકે તેને સાઉથમ્પટનમાં જ પોતે સંન્યાસ લેવાનો નિર્ણય જણાવી દીધો હતો અને આ પાંચમી ટેસ્ટ દરમિયાન આ તેના માટે ધ્યાન ભંગ થશે નહીં. તેણે કહ્યું હતું કે, ‘‘આ તેના માટે અને તેની સાથે રમનારા ઘણા ક્રિકેટ પ્લેયરો માટે ભાવનાઓથી ભરેલું અઠવાડીયુ હશે. અમારા ડ્રેસિંગ રૂમમાં તેની ઘણી ખોટ વર્તાશે. પરંતુ હું રોમાંચિત છું કે તેને આ રમતનો લુપ્તફ ઉઠાવવાનો મોકો મળશે.’’

તેણે છેલ્લી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે, ‘‘મારુ પુરેપુરુ ધ્યાન આ વાતને સુનિશ્ચિત કરવા પર હશે કે અમે આ મેચ જીતી લઇએ. દુનિયાની નંબર 1 ટીમને હરાવી અમે 4-1થી જીત દાખલ કરાવી ટીમ દુનિયા સામે એક મોટો સંકેત આપશે. આ ગર્મિયોના સત્ર મુશ્કેલ પરિસ્થિતિઓમાં અમારા માટે અદ્ભુત રહેશે.’’

કેપ્તાન જો રુટએ કહ્યું હતું કે, કુક તેના સંન્યાસવાળા દિવસે વધારે તાવજજો આપવા માંગતો નથી. તેણે કહ્યું કે, ‘‘અમે કોઇપણ પ્રકારની રણનીતિ બનાવીને ચાલી રહ્યાં નથી. પરંતુ મને પુરો વિશ્વાસ છે કે અમે સારું પર્ફોમ કરીશું. આ મેદાન, આ તક અને તામાં સામેલ બદા ખેલાડી અમે આ હાંસલ કરવામાં મદદ કરીશું.’’

સાથીઓને સંન્યાસ વિશે જણાવતા સમયે રડવા લાગ્યો કુક
ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન એલિસ્ટર કુકે કહ્યું હતું કે, ટીમના સાથીઓને સંન્યાસ વિશે જણાવતા સમયે તે ઘણો ભાવુક થઇ ગયો હતો અને રડવા લાગ્યો હતો. તેણે કહ્યું કે તે સંન્યાસ લેવાના નિર્ણય પર પાછલા 6 મહિનાઓથી વિચાર કરી રહ્યો હતો. સલામી બેટ્સમેન કુકે સાઉથમ્પટનમાં ભારતની સામે ચોથી ટેસ્ટ મેચમાં 60 રન બનાવી જીત્યા બાદ જાહેરાત કરી હતી કે તે આ સીરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ પછી આંતરસાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો છે.

Alastair Cook

બીસીસીએ કુકના અહેવાલથી લખ્યું, ‘‘હવે હું માનસિક સ્ફુર્તી ખોઇ ચુક્યો છું, હું હમેશા માનસિક રીતે મજબુત રહ્યો છું પરંતુ હવે મારી માનસિક સ્ફ્રુર્તી રહી નથી અને ફરીથી આ સ્ફ્રુર્તીને મેળવવી મુશ્કેલ છે.’’ કુકે કહ્યું હતું કે, ‘‘ટીમના સાથીઓને તેના સંન્યાસના સમાચાર આપતા સમયે મારી પાસે ઘણી બીયર હતી. જો તે મારી પાસે ના હોત તો હું હજુ વધુ રડ્યો હતો. સંન્યાસના સમાચાર જણાવ્યા પછી ટીમના સાથીઓ ચુપ થઇ ગયા હતા. ત્યારે મોઇન અલીએ કંઇક કહ્યું અને બધા હસવા લાગ્યા હતા.’’
(આઇએએનએસ ઇનપુટની સાથે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news