હાર્દિકની ઉપવાસ છાવણીમાં પ્રથમવાર પોલીસની એન્ટ્રી, ડીસીપી જયપાલસિંહે કરી મુલાકાત

હાર્દિકની ઉપવાસ છાવણીમાં પ્રથમ વાર પોલીસ અધિકારીએ કર્યો પ્રેવેશ, હાર્દિકની તબિયત પૂછવા પોહચ્યા ઝોન 1ના ડીસીપી જયપાલસિંહ

હાર્દિકની ઉપવાસ છાવણીમાં પ્રથમવાર પોલીસની એન્ટ્રી, ડીસીપી જયપાલસિંહે કરી મુલાકાત

અમદાવાદ: હાર્દિક પટેલના આંદોલનને આજે 14મો દિવસ છે. પ્રથમ વખત આંદોલન છાવણીની અંદર પોલીસ અધિકારીએ પ્રવેશ કર્યો છે. ઝોન 1ના DCP જયપાલસિંહ રાઠોડ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા માટે પહોચ્યા હતા. મહત્વનું છે, કે પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો આજે વહેલી સવારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.મહત્વનું છે, કે જે.પી.પી જે.કે ભટ્ટ પણ હાર્દિકની ઉપવાસ છાવણીમાં પહોચ્યા હતા.

Police-Meet-Haardik-Patel

પહેલીવાર ઉપવાસ છાવણી અંદર પ્રવેશી પોલીસ
હાર્દિક ઉપવાસને 14મો દિવસ છે. તો છાવણી બહાર પોલીસ બંદોબસ્તની જવાબદારી સંભાળતા ઝોન 1ના ડીસીપી જયપાલસિંહ રાઠોડે પ્રથમ વખત હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ જયપાસસિંહે જણાવ્યું કે, હાર્દિક પટેલની તબિયતને ધ્યાને રાખી મુલાકાત કરી હતી. વધુમાં ડીસીપીએ ઉમેર્યું હતું કે, ડોક્ટર અને PAASની ટીમ સાથે અમે સતત સંકલનમા છીએ. અમે હાર્દિકના ખબર અંતર પૂછવા આવ્યા હતા. અહીં બંદોબસ્તની જવાબદારી મારી છે, અમે દરેક ટીમ સાથે કોન્ટેક્ટમાં છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news