Virat Kohli Record: ખતરામાં વિરાટ કોહલીનો મોટો આઈપીએલ રેકોર્ડ, ઈતિહાસ રચી શકે છે જોસ બટલર

Josh Buttler Virat Kohli: IPL 2022 માં જોસ બટલર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના બેટથી રનનો વરસાદ થઈ રહ્યો છે. હવે જોસ બટલર પાસે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની શાનદાર તક છે. 
 

Virat Kohli Record: ખતરામાં વિરાટ કોહલીનો મોટો આઈપીએલ રેકોર્ડ, ઈતિહાસ રચી શકે છે જોસ બટલર

નવી દિલ્હીઃ જોસ બટલર આઈપીએલ-2022માં ખુબ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે આઈપીએલ 2022માં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે પોતાની શાનદાર બેટિંગની મદદથી રાજસ્થાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે જોસ બટલર વિરાટ કોહલીનો એક રેકોર્ડ તોડી શકે છે. 

ખતરામાં કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીએ વર્ષ 2016માં 973 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી સામેલ હતી. જોસ બટલર આઈપીએલ 2022માં દમદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે આઈપીએલ 2022ની 10 મેચમાં 588 રન બનાવ્યા છે અને ત્રણ સદી ફટકારી છે. તે કોહલી દ્વારા આઈપીએલની એક સીઝનમાં બનાવેલા સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી શકે છે. બટલર સારી લયમાં છે અને તેની પાસ તે ક્ષમતા છે કે કોઈપણ પિચ પર રન બનાવી શકે છે. 

આ મામલામાં નિકળ્યો આગળ
આઈપીએલ 2022ની પ્રથમ 10 ઈનિંગમાં જ્યાં જોસ બટલરના નામે 588 રન ચે તો વિરાટ કોહલીએ 2016માં પ્રથમ 10 ઈનિંગમાં 568 રન બનાવ્યા હતા. આ રીતે બટલર પ્રથમ 10 ઈનિંગ બાદ વિરાટ કોહલીથી આગળ નિકળી ચુક્યો છે. બટલર વિસ્ફોટક બેટિંગ કરવામાં માહેર છે. 

પ્લેઓફમાં પહોંચી શકે છે રાજસ્થાન રોયલ્સ
સંજૂ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સ પણ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ટીમે આઈપીએલ 2022માં છ જીત મેળવી છે અને તેના 12 પોઈન્ટ ચે. ભારતીય પિચ હંમેશા સ્પિનરોને મદદ કરે છે અને રાજસ્થાનની પાસે ચહલ અને આર અશ્વિનના રૂપમાં શ્રેષ્ઠ સ્પિનરો છે. રાજસ્થાનની પાસે બેટિંગમાં જોસ બટલર, સંજૂ સેમસન, શિમરોન હેટમાયર છે. તેવામાં રાજસ્થાનની પાસે પ્લેઓફમાં પહોંચવાની શાનદાર તક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news