રાહુલ ગાંધીનો બીજેપી પર હુમલો, મૂકી દીધો મોટો આરોપ

કોંગ્રેસના મહાઅધિવેશનમાં રાહુલ ગાંધી આ પહેલાં મોદી સરકાર પર એટેક કરી ચૂક્યા છે 

રાહુલ ગાંધીનો બીજેપી પર હુમલો, મૂકી દીધો મોટો આરોપ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ખેડૂતોની લોનમાફી મામલે ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું છે કે બીજેપી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં 15 જેટલી ધનિક વ્યક્તિઓના 2.5 લાખ કરોડ રૂ.ની લોન માફ કરી છે જ્યારે ખેડૂતોની લોનમાફી મામલે વડાપ્રધાન અને નાણામંત્રી કહે છે કે આ મુદ્દો તેમની સરકારી નીતિમાં શામેલ નથી. રાહુલ ગાંધીએ કર્ણાટક સરકારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર તેમજ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ રાજ્યમાં ખેડૂતોની 8,000 કરોડ રૂ.ની લોન માફ કરી છે. આ પહેલાં પણ કોંગ્રેસના મહાઅધિવેશનમાં રાહુલ ગાંધી સરકારની ઝાટકણી કાઢી ચૂક્યા છે. 

— ANI (@ANI) March 20, 2018

થોડા દિવસ પહેલાં યોજાયેલા કોંગ્રેસના મહાઅધિવેશનમાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બીજેપી સરકારની આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે હાલમાં દેશમાં નફરતનું રાજકારણ વિકસી રહ્યું છે અને બીજેપી ભાગલાની રાજનીતિ કરી રહી છે. હાલમાં રાજકીય ફાયદા માટે લોકોને અંદરોઅંદર લડાવવામાં આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news