KKR vs SRH: આઈપીએલમાં આજે બે વિદેશી કેપ્ટનો વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11

IPL માં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો છે. એક તરફ કોલકત્તા નાઇટ રાઇડર્સનો કેપ્ટન ઇયોન મોર્ગન છે તો બીજીતરફ હૈદરાબાદની કમાન ડેવિડ વોર્નરના હાથમાં છે. 
 

KKR vs SRH: આઈપીએલમાં આજે બે વિદેશી કેપ્ટનો વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11

ચેન્નઈઃ ક્રિકેટની દુનિયામાં ભારત અને પાકિસ્તાનની ટક્કરની જેમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટક્કર થાય છે. બન્ને દેશોના ખેલાડી જ્યારે કોઈ સિરીઝમાં આમને-સામને હોય છે તો લડાઈ દમદાર હોય છે. આ વખતે મેદાન તો અલગ છે અને ટીમો પણ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ નહીં પરંતુ આમને-સામને હશે આ બન્ને વિરોધી હરીફ દેશોના ખેલાડી જે પોત-પોતાની ટીમની આગેવાની કરતા જોવા મળશે. 

આઈપીએલમાં બે ટીમો એવી છે જેના કેપ્ટન વિદેશી છે. સનરાઇઝર્સની કમાન ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના હાથમાં છે તો કોલકત્તાની આગેવાની વિશ્વ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન કરી રહ્યો છે. મોર્ગનને પાછલી સીઝનમાં વચ્ચે દિનેશ કાર્તિકના સ્થાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધી ટીમ સતત હારી રહી હતી. તેવામાં મોર્ગન પાસે સમય પણ ઓછો હતો. પરંતુ આ વખતે તેને પ્રથમ મેચથી જવાબદારી મળી છે. તેની પાસે કોલકત્તા ફ્રેન્ચાઇઝીની ખુબ આશા છે. પરંતુ વોર્નર આઈપીએલમાં પોતાની ક્ષમતા મનાવી ચુક્યો છે. 

બદલો ચુકાવવાનો સમય
પાછલી સીઝનમાં યૂએઈમાં આયોજીત આઈપીએલના લીગ મુકાબલાના સમાપન બાદ સનરાઇઝર્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને નેટ રનરેટના આધારે પછાડી પ્લેઓફમાં જગ્યા મેળવી હતી. આ સીઝનમાં બન્ને ટીમ આમને-સામને ટકરાઈ પોતાના અભિયાનનો પ્રારંભ કરી રહી છે. જેથી કોલકત્તા પોતાનો હિસાબ ચુકતે કરવા માટે આતૂર હશે તો વોર્નરની ટીમ પ્રથમ મેચથી શાનદાર શરૂઆત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. 

શાકિબ આવવાથી મળશે મજબૂતી
કોલકત્તાને પાછલી સીઝનમાં ઓલરાઉન્ડરની ખોટ પડી હતી. પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા રસેલનું બેટ પણ શાંત રહ્યુ હતું. બોલિંગમાં તે ખાસ કરી શક્યો નહીં. રસેલ પર વધુ વિશ્વાસને કારણે ટીમે નુકસાન ઉઠાવવુ પડ્યુ હતું. પરંતુ આ વખતે ટીમે શાકિબને સામેલ કર્યો છે, જેનાથી ટીમને મજબૂતી મળશે. હૈદરાબાદની ટીમમાં આ જવાબદારી વિજય શંકર ઉઠાવી શકે છે. 

જોની-ડેવિડની હિટ જોડી
જ્યાં સુધી બેટ્સમેનોની વાત છે તો હૈદરાબાદ પાસે કેપ્ટન વોર્નર અને જોની બેયરસ્ટોના રૂપમાં વિસ્ફોટક ઓપનિંગ જોડી છે જે શરૂઆતી ઓવરોમાં ઝડપી રન બનાવવામાં માહેર છે. મિડલ ઓર્ડરમાં કેન વિલિયમસન, મનીષ પાંડે અને યુવા પ્રિયમ ગર્ગ છે. કોલકત્તાની પાસે શુભમન ગિલના રૂપમાં યુવા ઓપનર છે. અહીં જોવાનું રહેશે કે ગિલની સાથે કોણ ઓપનિંગ કરે છે. રાહુલ ત્રિપાઠીને જવાબદારી આપવામાં આવશે કે સુનીલ નરેન આવે છે. કોલકત્તાની પાસે મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક, કેપ્ટન મોર્ગન અને આંદ્રે રસેલ છે. 

આ મુકાબલામાં દર્શકોને સૌથી વધુ રોમાંચિત ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજનની યોર્કર કરશે. ભુવી પાછલી સીઝનમાં ઈજાને કારણે બહાર હતો. તેના આવવાથી ટીમ વધુ મજબૂત બની છે. ટીમની પાસે ટી નટરાજન પણ છે. તો રાશિદનો સામનો કરવો કોલકત્તા માટે પડકારરૂપ હશે. 

બીજી તરફ કોલકત્તાની પાસે પણ પેટ કમિન્સ અને પ્રસિદ્ધ કૃષ્ણાની તોફાની જોડી છે. કૃષ્ણાએ ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું. હવે તે જોવાનું રહેશે કે કોલકત્તાની ટીમ અનુભવી હરભજન સિંહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરે છે કે નહીં. 

સંભવિત પ્લેઇંગ XI
કોલકત્તાઃ શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઇયોન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણા અને વરૂણ ચક્રવર્તી. 

હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને સંદીપ શર્મા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news