IND vs ENG: ગાવસ્કરના 36 વર્ષ જૂના રેકોર્ડ પર ખતરો, આ ખેલાડી કરી શકે છે કમાલ

ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન ચાહકોની નજર કેપ્ટન વિરાટ કોહલી અને ટેસ્ટ માટે જાણીતા ચેતેશ્વર પૂજારા પર રહેશે. કોહલી ઓસ્ટ્રેલિયા સામે એડિલેટ ટેસ્ટ પછી પેટર્નિટી લીવ પર ભારત પાછો આવી ગયો હતો.

IND vs ENG: ગાવસ્કરના 36 વર્ષ જૂના રેકોર્ડ પર ખતરો, આ ખેલાડી કરી શકે છે કમાલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈંગ્લેન્ડ સામે સીરિઝથી ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે. કોરોના મહામારીના કારણે મેચ રમી શકાતી ન હતી. હવે ઈંગ્લેન્ડ સામે ચાર મેચની ટેસ્ટ સીરિઝનો બધાને ઈંતઝાર છે. ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન ચાહકોની નજર કેપ્ટન વિરાટ કોહલી અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા પર રહેશે.

ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-1થી શાનદાર વિજય મેળવ્યા પછી ભારતીય ટીમનો મુકાબલો હવે ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચની સાથે ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે. ભારતમાં છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે કોલકાતામાં રમાઈ હતી. ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન ચાહકોની નજર કેપ્ટન વિરાટ કોહલી અને ટેસ્ટ માટે જાણીતા ચેતેશ્વર પૂજારા પર રહેશે. કોહલી ઓસ્ટ્રેલિયા સામે એડિલેટ ટેસ્ટ પછી પેટર્નિટી લીવ પર ભારત પાછો આવી ગયો હતો.

કોહલીના પ્રદર્શન પર રહેશે નજર:
વિરાટ કોહલીના નામે 87 ટેસ્ટમાં 27 સદી છે. પરંતુ તે 13 મહિનાથી ટેસ્ટમાં કોઈ સદી ફટકારી શક્યો નથી. 2019-20ની સીરિઝમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં 2-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે ટેસ્ટ સીરિઝમાં કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. જોકે કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટના પહેલા દાવમાં 74 રન ફટકારીને ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા હતા.

વિરાટ કોહલી ટેસ્ટમાં સીરિઝમાં બનાવી શકે છે રેકોર્ડ:
વિરાટ કોહલી 489 રન બનાવતાની સાથે જ ઈંગ્લેન્ડ સામે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની જશે. કોહલી આ મામલે પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરને પાછળ છોડી શકે છે. ગાવસ્કરે 1972-1985 દરમિયાન ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં સૌથી વધારે 1331 રન બનાવ્યા હતા. કોહલી આ યાદીમાં 9 મેચમાં 843 રનની સાથે છઠ્ઠા સ્થાને છે. કોહલીની પાસે સચિન તેંડુલકર અને ગુંડપ્પા વિશ્વનાથ સહિત અન્ય દિગ્ગજને પાછળ છોડવાની તક રહેશે. ચેતેશ્વર પૂજારા પણ 839 રનની સાથે આ યાદીમાં વધારે પાછળ નથી. પૂજારાની પાસે પણ ગાવસ્કરનો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે. પૂજારાએ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ચાર સદી ફટકારી છે. જ્યારે કોહલીએ 3 સદી ફટકારી છે.

ઘરઆંગણે ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે સૌથી વધારે રન
સુનિલ ગાવસ્કર- 22 મેચ, 1331 રન
ગુંડપ્પા વિશ્વનાથ - 17 મેચ, 1022 રન
સચિન તેંડુલકર- 15 મેચ, 960 રન
વિજય માંજરેકર - 11 મેચ, 885 રન
એમએલ જયસિંહા - 10 મેચ, 843 રન
વિરાટ કોહલી - 9 મેચ, 843 રન
ચેતેશ્વર પૂજારા - 9 મેચ, 839 રન

1 સદીની સાથે મોટી સિદ્ધિ મેળવશે કોહલી:
ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધારે સદી 42 વિરાટ કોહલીના નામે હશે. તે રિકી પોન્ટિંગને પાછળ મૂકી દેશે. સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવાના કેસમાં રિકી પોન્ટિંગની બરોબરી કરી લેશે. એટલે કોહલીથી આગળ સચિન તેંડુલકર રહેશે. જેણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 100 સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

ઘરઆંગણે ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધારે સદી:
રિકી પોન્ટિંગ - 39 મેચ, 11 સદી
ગ્રેગ ચેપલ - 33 મેચ, 10 સદી
વિરાટ કોહલી - 26 મેચ,10 સદી
સ્ટીવ સ્મિથ- 20 મેચ, 10 સદી
ડોન બ્રેડમેન - 15 મેચ, 9 સદી

ઈંગ્લેન્ડ સામે ચાર મેચની ટેસ્ટ સીરિઝ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પહેલી ટેસ્ટ 5થી 9 ફેબ્રુઆરી સુધી ચેન્નઈમાં રમાશે. બીજી ટેસ્ટ પણ ચેન્નઈમાં 13થી 17 ફેબ્રુઆરીની વચ્ચે રમાશે. જ્યારે છેલ્લી બંને ટેસ્ટ 24થી 28 માર્ચ અને 4થી 8 માર્ચ સુધી અમદાવાદમાં રમાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news