Lok Sabha Elections Result 2024: જો ચૂંટણીના પરિણામો થોડા પણ બદલાયા તો શેરમાર્કેટમાં જોવા મળશે ભૂકંપ, જાણો કેટલું તૂટશે

Lok Sabha Elections Result Effect on Share Market: બજાર નિરંતરતાની આશા રાખી રહ્યું છે, એટલા માટે કોઇ અન્ય પાર્ટી જીતવા પર અચાનક પ્રતિક્રિયા થઇ શકે છે. એટલે કે જો બધું આશા અનુસાર થયું તો બંપર તેજી જોવા મળશે નહી, પરંતુ જો આંકડા થોડા પણ આમતેમ થયા તો બજારમાં ભયંકર ભૂકંપ જોવા મળશે. 

Lok Sabha Elections Result 2024: જો ચૂંટણીના પરિણામો થોડા પણ બદલાયા તો શેરમાર્કેટમાં જોવા મળશે ભૂકંપ, જાણો કેટલું તૂટશે

Lok Sabha Elections Result Effect on Stock Market: ચૂંટણીના પરિણામો પહેલાં શેરબજારમાં મુનાફાવસૂલી યથાવત છે.  1 જૂને અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થઇ ગયું છે. સાથે જ એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. હવે સમય સામાન્ય રોકણકારોના મનમાં ઉદભવી રહેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે, જે માર્કેટમાં ઉથલપાથલ મચાવી શકે છે. ચાલો આ સમજવાનો પ્રયત્ન કરીએ કે કઇ પાર્ટીની સરકાર બનતાં માર્કેટ કેવી રીતે રિએક્ટ કરશે? જો એનડીએની સરકાર ન બની તો માર્કેટમાં કેટલી મોટી રિકવરી જોવા મળશે? 

બજારમાં બંપર તેજી આશંકા ઓછી? 
આઇટીઆઇ મ્યૂચુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજેશ ભાટિયાનું કહેવું છે કે જો ભાજપ 2019 ની માફક બહુમત પ્રાપ્ત કરે છે તો ઇક્વિટી બજારમાં ઉછાળો જોવા મળી શકે છે. ગુરૂવારે માર્કેટ બંધ થતી વખતે ડોલરના મુકાબલે 83.32 થી વધીને 82.80 ના સ્તર પર પહોંચી શકે છે. જ્યારે બેંચમાર્ક યીલ્ડ વર્તમાનમાં 7 ટકાની આસપાસ ઘટીને 6.90-6.92 ટકા હોઇ શકે છે. 

માર્કેટ તૂટ્યા પછી ઉપર આવવામાં લાગશે લાંબો સમય
કોટક ઓલ્ટરનેટ એસેટ મેનેજર્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ જીતેન્દ્ર ગોહિલે ચેતવણી આપી છે કે જો NDA ગઠબંધન આગામી સરકાર બનાવવામાં નિષ્ફળ જશે તો શેરબજારમાં 20 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે અને તેને સંપૂર્ણ રીતે રિકવર થવામાં ઘણો સમય લાગી શકે છે. તેમણે જણાવ્યું હતું કે આવા પરિણામની સંભાવના ઓછી છે, પરંતુ ગોહિલે જણાવ્યું હતું કે રોકાણકારો માટે તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવું અને ચૂંટણીના પરિણામો પહેલાં જોખમ ઘટાડવું તે મુજબની રહેશે, કારણ કે અપસાઇડ મર્યાદિત હોઈ શકે છે, પરંતુ નુકસાન ગંભીર હોઈ શકે છે. મતલબ કે જો બધું અપેક્ષા મુજબ થાય તો બમ્પર તેજી નહીં આવે, પરંતુ જો ડેટામાં થોડો પણ વિચલન થશે તો બજારમાં ભારે ઘટાડો જોવા મળશે.

10 ટકા સુધી આવી શકે છે ઘટાડો?
આઇસીઆઇસીઆઇ પ્રૂડેંશિયલ મ્યૂચુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર મિતુલ કલાવાડિયાએ રોયટર્સને કહ્યું કે બજારમાં નિરંતરતાની આશા કરી રહ્યું છે. એટલા માટે કોઇ અન્ય પાર્તીના જીતવા પર અચાનક પ્રતિક્રિયા હોઇ શકે છે. તેમણે કહ્યું કે લાંબા સમયમાં વસ્તુઓ સકારાત્મક થશે અથવા નકારાત્મક આ આપણને પછી ખબર પડશે, પરંતુ શોર્ટ ટર્મમાં કોઇપણ ફેરફાર જે નીતિ સ્તરની નિરંતરતાને પ્ર્રભાવિત કરે છે. તે ખૂબ જ નકારાત્મ હશે. 

રોઇટર્સના રિપોર્ટ અનુસાર IFA ગ્લોબલના અભિષેક ગોએન્કાએ જણાવ્યું હતું કે તેઓ નિર્ણય પછી તરત જ આવા સંજોગોમાં બેન્ચમાર્ક સ્ટોક માર્કેટ ઇન્ડેક્સમાં 10 ટકા સુધીના ઘટાડાનો અંદાજ રાખે છે, જ્યારે શેરખાનના ગૌરવ દુઆનું કહેવું છે કે ઘટાડો 15-20 ટકા હોઈ શકે છે. સુધી થઇ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news