કુલદીપ યાદવનો વનડે રેન્કિંગમાં જલવો, પ્રથમવાર ટોપ-10માં બનાવી જગ્યા

કુલદીય યાદવે હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પૂર્ણ થયેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં 9 વિકેટ ઝડપી હતી. 
 

કુલદીપ યાદવનો વનડે રેન્કિંગમાં જલવો, પ્રથમવાર ટોપ-10માં બનાવી જગ્યા

દુબઈઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રણ વનડે મેચોની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતના ચાઇનામેન બોલર કુલદીપ યાદવે પ્રથમવાર વનડેમાં બોલિંગની રેન્કિંગમાં ટોપ-10માં જગ્યા બનાવી છે. આઈસીસીએ બુધવારે જારી કરેલા રેન્કિંગમાં કુલદીપને છઠ્ઠુ સ્થાન મળ્યું છે. બીજીતરફ ઈંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ કેરિયરમાં પ્રથમવાર બીજા સ્થાને પહોંચવામાં સફળ રહ્યો છે. 

ત્રણ વનડે મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડે ભારતને 2-1થી પરાજય આપ્યો. કુલદીપે આ શ્રેણીમાં કુલ 9 વિકેટ જડપી જેમાં ટ્રેન્ટ બ્રિજમાં ઝડપેલી 6 વિકેટ સામેલ છે. આ કારણે તે આઠ સ્થાનની છલાંગની સાથે છઠ્ઠા સ્થાને આવી ગયો છે. ટોપ-10માં સામેલ કુલદીપ યાદવ ભારતનો બીજો બોલર છે. જસપ્રીત બુમરાહ પ્રથમ સ્થાને યથાવત્ છે. ચહલને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે 10માં સ્થાને પહોંચી ગયો છે. 

કોહલી પ્રથમ નંબર પર
રૂટે આ શ્રેણીમાં બીજી અને ત્રીજી મેચમાં સદી ફટકારી હતી. આ કારણે તેને 34 અંક મળ્યા છે અને તે બીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ સ્થાને યથાવત છે. રોહિત શર્મા ચોથા અને ધવન 10માં સ્થાને છે. 

આઈસીસી વનડે રેન્કિંગ ટોપ-10 બેટ્સમેન
1. વિરાટ કોહલી 2. જો રૂટ 3. બાબર આઝમ 4. રોહિત શર્મા 5. ડેવિડ વોર્નર 6. રોસ ટેલર 7. ડી કોક 8. ડુ પ્લેસિસ 9. કેન વિલિયમ્સન 10. શિખર ધવન

આઈસીસી વનડે રેન્કિંગ ટોપ-10 બોલર
જસપ્રીત બુમરાહ
રાશિદ ખાન
હસન અલી
ટ્રેંટ બોલ્ટ
જોશ હેઝલવુડ
કુલદીપ યાદવ
ઇમરાન તાહિર
આદિલ રાશિદ
કાગિસો રબાડા
ચહલ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news