રાજકીય સન્માન સાથે મહાન હોકી ખેલાડી બલબીર સિંહના અંતિમ સંસ્કાર, છેલ્લી યાત્રામાં પણ સાથે રહી હોકી

બલબીર સિંહ સીનિયરનુ સોમવારે સવારે નિધન થઈ ગયુ હતુ. તેઓ 95 વર્ષના હતા અને છેલ્લા બે સપ્તાહથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. 

Updated By: May 25, 2020, 10:49 PM IST
રાજકીય સન્માન સાથે મહાન હોકી ખેલાડી બલબીર સિંહના અંતિમ સંસ્કાર, છેલ્લી યાત્રામાં પણ સાથે રહી હોકી

ચંડીગઢઃ ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મહાન હોકી ખેલાડી બલબીર સિંહ સીનિયરના સોમવારે સાંજે સંપૂર્ણ રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

બલબીર સિંહ સીનિયરનુ સોમવારે સવારે નિધન થઈ ગયુ હતુ. તેઓ 95 વર્ષના હતા અને છેલ્લા બે સપ્તાહથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. 

બલબીર સિંહના પૌત્ર કબીર સિંહ ભોમિયાએ શીખ ગુરૂઓની હાજરીમાં અહીં વિદ્યુત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પુત્રી સુશબીર અને ત્રણ પુત્ર કંવલબીર, કરણબીર અને ગુરબીર છે. તેમના પુત્ર કેનેડામાં છે અને ત્યાં પોતાની પુત્ર સુશબીર અને પૌત્ર કબીરની સાથે રહે છે. 

અંતિમ સંસ્કાર સમયે ખેલ મંત્રી ગુરમીત સિંહ સોઢીએ કહ્યુ કે, બલબીર સિંહ સીનિયરનું નિધન ન માત્ર રમતની દુનિયા માટે નહીં પરંતુ દેશ માટે એક મોટો ઝટકો છે. તેમણે કહ્યુ કે, મોહાલી હોકી સ્ટેડિયમનું નામ તેમના નામ પર રાખવામા આવશે. 

શોએબ અખ્તરે કહ્યું, વિરાટ કોહલી મારો સૌથી મોટો દુશ્મન હોત, જો...

અંતિમ સંસ્કારના સમયે ભારતના પૂર્વ હોકી કેપ્ટન પરગટ સિંહ પણ હાજર હતા. પંજાબ સરકાર અને ચંડીગઢ તંત્રના વરિષ્ટ અધિકારીઓએ તેમના પાર્થિવ શરીર પર પુષ્પ અર્પણ કર્યા. પોલીસની એક ટુકડીએ તેમના પ્રત્યે સન્માનસ્વરૂપ હવામાં ત્રણ ગોળીઓ ચલાવી હતી. 

પોતાના કૌશલ્ય અને સિદ્ધિઓના મામલામાં મેજર ધ્યાનચંદની સમકક્ષ રહેલા બલબીર સિંહ સીનિયર ભારતીય હોલીના સ્વર્ણિમ સમયના છેલ્લા સ્તંભ હતા જેમના રમવાના દિવસોમાં વિશ્વ હોકીમાં ભારતનો ડંકો વાગતો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર