ઈદ પર સલમાન ખાને આપ્યો ભાઈચારાનો સંદેશ- રિલીઝ થયું હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ''

સલમાને ટ્વીટર પર શેર કરતા લખ્યુ, મેં તમારા બધા માટે કંઇક બનાવ્યું છે. જોઈને જણાવશો કેવુ. લાગ્યું. તમને બધાને ઈદની શુભેચ્છા. આ ગીતમાં જોઈ શકાય છે કે સલમાન ખાન હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો સંદેશ આપી રહ્યો છે.  

Updated By: May 25, 2020, 11:28 PM IST
ઈદ પર સલમાન ખાને આપ્યો ભાઈચારાનો સંદેશ- રિલીઝ થયું હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ''

નવી દિલ્હીઃ ઈદના તહેવાર પર સુપરસ્ટાર સલમાન ખાન દર વર્ષે પોતાની ફિલ્મની સાથે ભેટ આપે છે. વર્ષ 2009થી ફિલ્મ વોન્ટેડની સાથે આ સિલસિલો ચાલી રહ્યો છે. આ વર્ષે પણ તે પોતાની બહુચર્ચિત રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ રિલીઝ કરવા માટે તૈયાર હતો પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે તેમ થઈ શક્યું નથી પરંતુ સલમાન ખાને જાહેરાત કરી હતી કે તે પોતાના ફેન્સ માટે સોંગ રિલીઝ કરશે અને સલમાને પોતાના આ વચનને પૂરુ પણ કર્યું છે. 

સલમાને ટ્વીટર પર શેર કરતા લખ્યુ, મેં તમારા બધા માટે કંઇક બનાવ્યું છે. જોઈને જણાવશો કેવુ. લાગ્યું. તમને બધાને ઈદની શુભેચ્છા. આ ગીતમાં જોઈ શકાય છે કે સલમાન ખાન હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો સંદેશ આપી રહ્યો છે. તેણે આ ગીતમાં તે પણ કહ્યું છે કે જો લડવું હોય તો દેશને સારો બનાવવા માટે લડો. આ ગીતને સલમાન અને રૂહાન અરશાદે ગાયુ છે અને સાજીદ વાજીદે કંપોઝ કર્યું છે. 

મહત્વનું છે કે એક દાયકાથી સલમાન ખાને ઈદના તહેવાર પર ફિલ્મ રિલીઝ કરી છે અને તેની બધી ફિલ્મ 100 કરોડથી વધુનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. માત્ર વર્ષ 2013માં તેની ફિલ્મ રિલીઝ થઈ નતી. સ્વાસ્થ્ય સંબંધી કારણો અને કોર્ટ કેસને કારણે તે વર્ષ ખાલી રહ્યું હતું. 2020માં પણ કોરોના વાયરસને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV