દિગ્ગજ ફુટબોલર મારાડોનાનું હાર્ટ એટેકથી નિધન, 60 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

આર્જેન્ટીનાના મહાન ફુટબોલર ડિએગો મારાડોનાનું નિધન થઈ ગયું છે. 
 

 દિગ્ગજ ફુટબોલર મારાડોનાનું હાર્ટ એટેકથી નિધન, 60 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હીઃ મહાન ફુટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમને કાર્ડિએક અરેસ્ટ થયો હતો. આર્જેન્ટીનાના સ્થાનીક મીડિયાએ આ સમાચાર આપ્યા છે. 

ફુટબોલના મહાન ખેલાડીને પોતાના ઘર પર જ હાર્ટ એટેક આપ્યો હતો. બે સપ્તાહ પહેલા જ તેમને બ્રેનમાં ક્લોટ હોવાને કારણે સર્જરી કરાવવી પડી હતી.

મારાડોનાને સર્વકાલિન મહાન ફુટબોલર કહેવામાં આવે છે. તેમણે આર્જેન્ટીનાને 1986મા ફુટબોલ વિશ્વ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું કરિયર શાનદાર રહ્યુ. 

મારાડોના બોકા જૂનિયર્સ, નેપોલી અને બાર્સેલોના સિવાય અન્ય ક્લબ માટે પણ રમ્યા હતા. મારાડોનાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1986ની ટૂર્નામેન્ટમાં 'હેન્ડ ઓફ ગોડ' માટે યાદ કરવામાં આવે છે. 

મારાડોનાએ વર્ષ 1976મા ફુટબોલની દુનિયામાં પગ મુક્યો. તેના એક દાયકા બાદ તેમની આગેવાનીમાં આર્જેન્ટીનાએ 1986નો વિશ્વકપ જીત્યો હતો. આ દરમિયાન તેમણે રમતના ઈતિહાસના બે યાદગાર ગોલ પણ કર્યા હતા. ડિએગો મારાડોનાનો જન્મ 30 ઓક્ટોબર 1960મા થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news