પ્રો કબડ્ડીઃ 29 એલીટ ખેલાડીઓ નવા સત્ર માટે રિટેન, 8-9 એપ્રિલે યોજાશે હરાજી
પ્રો-કબડ્ડી લીગની ફ્રેન્ચાઇઝી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે બે ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં સચિન તંવર અને સુનિલ કુમારનો સમાવેશ થાય છે.
Trending Photos
મુંબઈઃ પ્રો કબડ્ડી લીગની 19મી જુલાઈથી શરૂ થનારી 7મી સિઝન માટે ફ્રેન્ચાઈઝી ટીમોએ 29 એલીટ ખેલાડીઓને રિટેન કર્યા છે. રિટેન ખેલાડીઓની સંખ્યા ગત સિઝનમાં 21 હતી, જેને આગામી સિઝન માટે વધારવામાં આવી છે. રિટેન ન કરાયેલા ખેલાડીઓ 8-9 એપ્રિલે આયોજીત થનારી હરાજી પ્રક્રિયામાં ભાગ લેશે.
ટીમોમાં સાતત્યતા અને સ્થિરતા બનાવી રાખવાના ઉદ્દેશની સાથે પ્લેયર રિટેન્શન પોલિસીને વધુ મજબૂત બનાવવામાં આવી છે. એલીટ પ્લેયર રિટેન્શન કેપને પણ 4ના આંકડાથી વધારીને વધુમાં વધુ 6 કરી દેવામાં આવ્યા છે. ફ્રેન્ચાઈઝી એ, બી કે સીમાંથી કોઈપણ કેટેગરીમાંથી 6 એલીટ ખેલાડીઓને પોતાની ટીમમાં યથાવત રાખી શકે છે, જેમાં કેટેગરી એ અને બી બંન્નેમાં વધુમાં વધુ 2-2 ખેલાડીઓને યથાવત રાખી શકાય છે.
સાતત્યતા જાળવી રાખવાના ઈદ્દેશ સાથે લીગે એક નવી કેટેગરી પણ રજૂ કરી છે, જેમાં એક ફ્રેન્ચાઈઝી નવા યુવા ખેલાડીને જાળવી રાખે છે, જો 'રિટેન યંગ પ્લેયર્સ' કેટેગરીમાં તેનો 2 વર્ષનો કરાર પૂરો થઈ ચુક્યો હોય. ફ્રેન્ચાઈઝી છ નવા યુવા ખેલાડીઓના હાલના કેપ સિવાય આ રિટેન યુવા ખેલાડીઓને પોતાની સાથે રાખી શકે છે. રિટેન યુવા ખેલાડીઓની યાદી હવે જાહેર કરવામાં આવશે.
તમામ ટીમો દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓ
બંગાલ વોરિયર્સઃ બલદેવ સિંહ અને મનિંદર સિંહ
બેંગલુરૂ બુલ્સઃ રોહિત કુમાર, પવન કુમાર સેહરાવત અને આશીષ સાંગવાન
દબંગ દિલ્હીઃ મિરાજ શેખ અને જોગિંદર નરવાલ
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સઃ સચિન તંવર અને સુનીલ કુમાર
હરિયાણા સ્ટીલર્સઃ કુલદીપ સિંહ અને વિકાસ કંડોલા
પટના પાઇરેટ્સઃ પ્રદીપ નરવાલ, જવાહર, વિકાસ જગલાન અને તુષાર પાટિલ
તમિલ થલાઇવાસઃ અજય ઠાકુર, મંજીત છિલ્લર અને વિક્ટર ઓન્યાંગો ઓબાઇરો
તેલુગુ ટાઇટન્સઃ મોહસેન મગસૂદલુ, અરમાન, ફરહાદ મિલાગર્ધન અને ક્રુષ્ણા મદને
યૂ મુંબાઃ ફઝલ અત્રાચલી, રાજગુરૂ, અર્જુન દેશવાલ
યૂપી યોદ્ધાઃ અમિત અને સચિન કુમાર
જયપુર પિંક પેન્થર્સઃ દીપક નિવાસ હુડ્ડા અને સંદીપ ઢુલ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે