ઢાબામાં ઘુસી મોહમ્મદ અઝહરુદ્દીનની કાર, માંડ-માંડ બચ્યા પૂર્વ ભારતીય કેપ્ટન
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની ગાડી ઢાબામાં ઘુસી ગઈ હતી. આ દુર્ઘટનામાં અઝરુદ્દીન માંડ-માંડ બચી ગયા છે. જાણકારી પ્રમાણે આ દુર્ઘટના લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ પાસે થઈ હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની ગાડી ઢાબામાં ઘુસી ગઈ હતી. આ દુર્ઘટનામાં અઝરુદ્દીન માંડ-માંડ બચી ગયા છે. જાણકારી પ્રમાણે આ દુર્ઘટના લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ પાસે થઈ હતી. 57 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવારની સાથે રણથંભૌર આવી રહ્યાં હતા, ત્યારે આ અકસ્માત થયો હતો.
આ દરમિયાન કાર પર નિયંત્રણ ગુમાવી દીધુ અને ફૂલ મોહમ્મદ ચાર રસ્તા પાસે પલટી ગઈ હતી. આ દરમિયાન એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. દુર્ઘટના બાદ ડીએસપી નારાયણ તિવારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જાણકારી પ્રમાણે મોહમ્મદ અઝહરુદ્દીન પરિવારની સાથે ન્યૂ યર સેલિબ્રેશન માટે સવાઈ માધોપુરના રણથંભૌર જઈ રહ્યાં હતા.
Former Cricketer Mohammad Azharuddin's car met with an accident in Soorwal, Rajasthan earlier today.
He is unhurt, as per his personal assistant. pic.twitter.com/3hpKRNMMYm
— ANI (@ANI) December 30, 2020
અઝહરુદ્દીનની સાથે આવી રહેલા વ્યક્તિને થોડી ઈજા થઈ છે. ત્યારબાદ બીજી ગાડીમાં અઝહરુદ્દીનને હોટલ પહોંચાડવામાં આવ્યા હતા. અઝહરે 99 ટેસ્ટ મેચોમાં 45.03ની એવરેજથી 6215 રન બનાવ્યા અને 199 રન તેમનો શ્રેષ્ઠ સ્કોર હતો. આ સિવાય તેમણે 334 વનડેમાં 36.92ની એવરેજથી 9378 રન બનાવ્યા છે.
મહત્વનું છે કે અઝહરુદ્દીને વર્ષ 1984માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. અઝહરે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 31 ડિસેમ્બર 1984માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. તેમની શાનદાર બેટિંગ સ્ટાઇલ માટે તેમને કાંડાના જાદૂગર કહેવામાં આવતા હતા.
અઝહરુદ્દીને 1990માં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. તેમણે 1992, 1996 અને 1999ના વિશ્વકપમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. અઝહરુદ્દીનની આગેવાનીમાં ભારતે 14 ટેસ્ટ અને 90 વનડે મેચ જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે