ધોની અને પંકજને પદ્મભૂષણ, ચાર ખેલાડીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારોહ દરમિયાન 6 ખેલાડીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા.
- 26 જાન્યુઆરીએ થઈ હતી પદ્મ પુરસ્કારોની જાહેરાત
- મીરાબાઇ ચાનૂ, સોમદેવ, પેટકર અને શ્રીકાંતને પદ્મ શ્રી
- ધોની અને પંકજ અડવાણીને મળ્યો પદ્મ ભૂષણ
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાખ કોવિંદે મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારોહ દરમિયાન 6 ખેલાડીઓનું પદ્મ પુરસ્કાર આપીને સન્માન કર્યું હતું. તેમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને સ્નૂકર ચેમ્પિયન પંકજ અડવાણીને પદ્મ ભૂષણ આપવામાં આવ્યો. આ સિવાય વેટ લિફ્ટર મીરા બાઇ ચાનૂ, ટેનિસ સ્ટાર સોમદેવ વર્મન, સ્વિમર મુરલી પેટકર અને બેડમિન્ટન પ્લેયર કાદંબી શ્રીકાંતને સન્માનિત કરવામાં આવ્યા.
ધોની ભારતને ટી20 વિશ્વકપ અને 2011નો વિશ્વકપ અપાવનાર વિકેટકીપર કેપ્ટન પોતાની ચતુર રણનીતિની સાથે સાથે બેસ્ટ ફિનિશરના રૂપે જાણીતો છે. ધોની 312 વનડેમાં 9898 રન, 90 ટેસ્ટમાં 4876 અને ટી20માં 1364 રન બનાવ્યા છે.
પંકડ અડવાણી ભારતનો સૌથી વધુ વિશ્વ ટાઇટલ જીતનાર ખેલાડી છે. છેલ્લા એક દાયકાથી બિલિયડર્સ અને સ્નૂકર બંન્નેમાં સફળતાની નવા કહાની લખી રહેલ 32 વર્ષિય અડવાણી સતત ટાઇટલ જીતી રહ્યો છે. અત્યારે તેના નામે કુલ 18 વિશ્વ ટાઇટલ છે.
પુરૂષ સિંગલ્સ બેંડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે છેલ્લા સત્રમાં શાનદાર પ્રદર્શન કરતા ચાર સુપર સીરીઝ સહિત છ ટાઇટલ જીત્યા હતા. શ્રીકાંતે ફ્રેન્ડ ઓપન, ડેનમાર્ક ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, ઈન્ડોનેશિયા ઓપન, ઇન્ડિયા ઓપન અને ચાઇના ઓપનનું ટાઇટલ જીત્યું હતું.
પોતાના રેકોર્ડથી દુનિયાને ચોંકાવી
ભારતનો પ્રથમ પેરાઓલંમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટેકરને પણ પદ્મશ્રી સન્માન મળ્યું છે. પેટેકરે 1972માં જર્મનીની હીડલબર્ગમાં પેરાઓલંમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વને ચોંકાવી દીધું હતું.
એશિયલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા સોમદેવ બર્મનનું પણ પદ્મશ્રી સન્માન કરવામાં આવ્યું. સોમદેવ બર્મનના નામે ટેનિસમાં ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. એનસીસઓઓ પુરૂષ ટેનિસ સેમ્પિયનશિપમાં તેની 44-1 જીત-હારનો રેકોર્ડ છે.
2017 વિશ્વ ભોરોત્તોલન ચેમ્પિયનશિપમાં મહિલાઓના 48 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીતનારી સૈખોમ મીરાબાઇ ચાનૂ અને એશિયાઇ ખેલમાં પૂર્વ મેડલ વિજેતા ટેનિસ ખેલાડી સોમદેવ દેવવર્મનને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પદ્મ પુરસ્કાર વિભિન્ન ક્ષેત્રો જેમ કે કલા, સમાજ સેવા, લોક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વ્યાપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષા, રમત-ગમત, સિવિલ સેવા વગેરેમાં નોંધનીય યોગદાન માટે આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે