ધોનીની 'લાડલી' બની હાર્દિક પંડ્યાની ચિયરલીડર, જુઓ સુપરક્યુટ VIDEO

ડબલિનમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં 355થી વધુ સ્ટ્રાઈક રેટથી આવેલા વાવાઝોડાએ આયરલેન્ડને તબાહ કરી નાખ્યું. આ વાવાઝોડુ હાર્દિક પંડ્યાની બેટિંગ હતી. જેણે ફક્ત 9 બોલ પર 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને અણનમ 32 રન ઠોકી નાખ્યાં. પરિણામે ભારતીય મીડલ ઓર્ડરને તોડીને આયરલેન્ડની જે થોડી ગણી આશા બચી હતી તે સમાપ્ત થઈ ગઈ અને મેચ ભારતે જીતી લીધી. હાર્દિકની આ પાવરપેક પરફોર્મન્સ કોના કારણે હતું તે જાણો છો? આ અંગેનો ખુલાસો હાર્દિકે પોતાના પાવરફૂલ નોક બાદ કર્યો છે અને તે છે ધોનીની સ્વીટ પુત્રી જીવા.

Updated By: Jun 30, 2018, 02:55 PM IST
ધોનીની 'લાડલી' બની હાર્દિક પંડ્યાની ચિયરલીડર, જુઓ સુપરક્યુટ VIDEO

નવી દિલ્હી: ડબલિનમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં 355થી વધુ સ્ટ્રાઈક રેટથી આવેલા વાવાઝોડાએ આયરલેન્ડને તબાહ કરી નાખ્યું. આ વાવાઝોડુ હાર્દિક પંડ્યાની બેટિંગ હતી. જેણે ફક્ત 9 બોલ પર 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને અણનમ 32 રન ઠોકી નાખ્યાં. પરિણામે ભારતીય મીડલ ઓર્ડરને તોડીને આયરલેન્ડની જે થોડી ગણી આશા બચી હતી તે સમાપ્ત થઈ ગઈ અને મેચ ભારતે જીતી લીધી. હાર્દિકની આ પાવરપેક પરફોર્મન્સ કોના કારણે હતું તે જાણો છો? આ અંગેનો ખુલાસો હાર્દિકે પોતાના પાવરફૂલ નોક બાદ કર્યો છે અને તે છે ધોનીની સ્વીટ પુત્રી જીવા.

પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધોનીની પુત્રી જીવાનો એક ખુબ ક્યુટ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે લાગે છે કે મને એક ચિયર લીડર મળી ગઈ. આ વીડિયોમાં જીવા હાર્દિક માટે ચિયર કરી રહી છે અને કહેતી સંભળાય છે કે 'કમોન હાર્દિક કમોન'

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ આ વર્ષે આઈપીએલની મેચો દરમિયાન પપ્પા મહેન્દ્ર સિંહ ધોને પણ જીવા ચિયર કરી ચૂકી છે. જીવાના ચિયર કરવાથી આઈપીએલ-11માં ધોનીની બલ્લે હતી અને તેની ટીમે ખિતાબ જીત્યો. હવે જ્યારે જીવા હાર્દિક પંડ્યાને ચિયર કરી રહી છે તો આયરલેન્ડ વિરુદ્ધ જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. એટલે કે હાર્દિક માટે જીવાનું ચિયર કરવું લકી ફેક્ટર સાબિત થઈ રહ્યું છે.