Pics: મેચ શરૂ થાય તે પહેલા જ આ કારણે સોશિયલ મીડિયામાં છવાયો ધોની

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાની સાથે જોડાયો છે. ધોની ઘણીવાર ક્રિકેટ ઉપરાંત તેના લુકને લઇ કરવામાં આવતા પ્રયોગ માટે પણ જાણીતો છે.

Pics: મેચ શરૂ થાય તે પહેલા જ આ કારણે સોશિયલ મીડિયામાં છવાયો ધોની

નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ગુવાહાટીમાં પ્રથમ વન-ડે રવિવાર રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાની સાથે જોડાયો છે. ધોની ઘણીવાર ક્રિકેટ ઉપરાંત તેના લુકને લઇ કરવામાં આવતા પ્રયોગ માટે પણ જાણીતો છે. ક્યારેક તે લાંબા વાળ રાખે છે તો ક્યારેક અલગ-એલગ હેર સ્ટાઇલની સાથે સામે આવે છે. પરંતુ આ વખતે ધોની વાળની નહીં, પરંતુ તેમની દાઢીના નવા લુકના કારણે ચર્ચાઓમાં છવાયો છે.

મહેન્દ્ર સિંહ ધોની હેર સ્ટાઇલ ચેન્જ કરે અથવા તેના લુક બદલે, ધોની જે પણ સ્ટાઇલ કરે છે તે એક નવા ટ્રેન્ડના રૂપમાં સામે આવે છે. સોશિયલ મીડિયા પર ધોનીનો નવા લુકમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

આ વખતે તે ફ્રેન્ચ કટ દાઢીમાં જોવા મળી રહ્યો છે. પહેલી વન-ડેમાં મહેન્દ્ર ધોની ફરી એક વખત મેદાનમાં ઉતરાવ માટે તૈયાર છે, પરંતુ મેદાન પર આવતા પહેલા જ ધોની તેના આ નવા લુકને લઇને સોશિયલ મીડિયામાં છવાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news