મુથૈયા મુરલીધરને જણાવ્યું તમિલનાડુમાં કેમ થઇ રહ્યો છે તેમની બાયોપિક '800'નો વિરોધ

શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH)ના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) એ કહ્યું કે તેમની જીંદગી પર પ્રસ્તાવિક બાયોપિક '800' ફક્ત તેમના રમતની ઉપલબ્ધિઓ વિશે છે. 

Updated By: Oct 17, 2020, 04:16 PM IST
મુથૈયા મુરલીધરને જણાવ્યું તમિલનાડુમાં કેમ થઇ રહ્યો છે તેમની બાયોપિક '800'નો વિરોધ

ચેન્નઇ: શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH)ના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) એ કહ્યું કે તેમની જીંદગી પર પ્રસ્તાવિક બાયોપિક '800' ફક્ત તેમના રમતની ઉપલબ્ધિઓ વિશે છે અને તેમને દેશમાં દાયકાઓ લાંબા સંઘર્ષ છતાં આમ કર્યું. તેમણે આ વાત પર નારાજગી વ્યક્ત કરી કે તેમના પર તમિલો વિરૂદ્ધ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને કહ્યું કે આ રાજકીય કારણો અને અજ્ઞાનતાના કારણે છે. 

તમિલનાડુના અભિનેતા વિજય સેતુપતિ (Vijay Sethupathy) બાયોપિક દ્વારા પોતાના કેરિયરને ફરીથી શરૂ કરી રહ્યા છે. કેટલીક રાજકીય પાર્ટીઓએ ગુરૂવારે આરોપ લગાવ્યો કે મુરલીધરને તમિલો સાથે વિશ્વાસઘાત કર્યો એટલા માટે સેતુપતિને તેમાં કામ ન કરવું જોઇએ. 

મુરલીધરને કહ્યું કે તેમણે ક્યારેય પણ માસૂમ લોકો મારવા અંગે સમર્થન કર્યું નથી. તેમણે નિવેદન જાહેર કરી કહ્યું કે તે શ્રીલંકાઇ ગૃહયુદ્ધના દર્દને સમજે છે અને તેમના પરિવારે શ્રીલંકામાં પોતાની યાત્રા 'કૂલી' તરીકે કરી હતી. તેમણે કહ્યું કે 'અમે પણ પ્રભાવિત રહ્યા છીએ.'

મુરલીધરને શ્રીલંકા તરફથી 133 ટેસ્ટ મેચો રમ્યા છે જેમાં તેમણે 800 વિકેટ પ્રાપ્ત કરી છે. એટલા માટે જ તેમની બાયોપિકનું નામ પણ તે આધારે રાખવામાં આવ્યું છે. મુરલીએ 350 વનડે મેચોમાં પણ ભાગ લીધો છે અને 534 વિકેટ પોતાના નામે કરી છે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube