1000 Rupees Note: શું માર્કેટમાં પરત આવી રહી છે 1000 રૂપિયાની નોટ? નવા રિપોર્ટમાં થયો આ ખુલાસો

RBI Latest News: ભારતીય રિઝર્વ બેંકએ શુક્રવારે 2000 રૂપિયાની નોટને લઇને અપડેટ આપ્યું અને કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી 2000 રૂપિયાની 87 ટકા નોટ પરત લઇ ચૂકી છે. 

1000 Rupees Note: શું માર્કેટમાં પરત આવી રહી છે 1000 રૂપિયાની નોટ? નવા રિપોર્ટમાં થયો આ ખુલાસો

1000 Rupees Note: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે એક અપડેટ આપ્યું હતું કે 30 સપ્ટેમ્બર સુધી 2,000 રૂપિયાની 87 ટકા નોટો પરત આવી ગઈ હતી, પરંતુ 10,000 કરોડ રૂપિયાની નોટો હજુ પણ બજારમાં ફરે છે. આરબીઆઈના આ અપડેટ બાદ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠવા લાગ્યા છે કે શું 1000 રૂપિયાની નોટ બજારમાં પાછી આવી રહી છે અને શું તેને ફરીથી જોઈ શકાશે?

RBI રૂ. 1000ની નોટ લાવવાની કોઇ યોજનામાં નથી અને ન તો રૂ. 1000ની કોઇ નવી નોટ ઇશ્યૂ કરવાનું વિચારી રહી છે. ANI એ ટ્વિટર પર પોસ્ટ કરીને માહિતી આપી કે RBI ની 1000 રૂપિયા પરત લાવવાની કોઈ યોજના નથી.

ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું હતું કે બજારમાં રોકડ પ્રવાહને જાળવી રાખવા માટે સરકારે 500 રૂપિયાની પૂરતી નોટો છાપી છે, જેથી લોકોને રોકડ સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે. તે જ સમયે, ડિજિટલ પેમેન્ટના ઉપયોગથી લોકોમાં રોકડની જરૂરિયાત ઓછી થઈ છે. એવામાં RBIનું કહેવું છે કે 1000 રૂપિયાની નોટ લાવવાની જરૂર નથી. આરબીઆઈએ લોકોને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

2016 માં થઇ હતી નોટબંધી
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2016 માં નોટબંધી કરીને 1000 રૂપિયા અને જૂની 500 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી અને તેની જગ્યાએ નવી 500 રૂપિયાની નવી નોટ અને 2000 રૂપિયાની નોટ ઇશ્યૂ કરી હતી. જોકે હવે સરકારે 2000 રૂપિયાની નોટને પણ પરત લઇ લીધી છે. બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરવા અને એક્સચેંજ કરવાની ડેડલાઇન સમાપ્ત થઇ ચૂકી છે. 

હજુ પણ અહીંથી બદલી શકાશે 2000 રૂપિયાની નોટ
જો કે, હાલમાં તમે RBI ઓફિસમાં રૂ. 2000ની નોટ બદલી અને જમા કરાવી શકો છો. દેશમાં આરબીઆઈની કુલ 19 પ્રાદેશિક કચેરીઓ છે, જ્યાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news