આ આંકડા છે ન્યૂઝીલેન્ડના પક્ષમાં, શું થશે વિશ્વકપ ફાઇનલમાં ઈંગ્લેન્ડનું!
લોર્ડ્સના ઐતાહાસિક મેદાન પર આજે આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલ મેચ રમાવાની છે. યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019ની ફાઇનલ મેચ માટે કેન વિલિયમસનની ન્યૂઝીલેન્ડ ટીમ ઇયોન મોર્ગનની ઈંગ્લેન્ડ વિરુદ્ધ લડવા માટે તૈયાર છે. હાલની સ્થિતિ જોતા ઈંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડથી બળવાન માનવામાં આવી રહ્યું છે, પરંતુ વનડે અને વિશ્વ કપના આંકડા અલગ ઈશારો કરી રહ્યો છે. આ આંકડાનું માનીએ તો કીવી ટીમ હંમેશા ઈંગ્લિશ ટીમ પર ભારે પડતી જોવા મળી છે.
આ સમયે વનડે રેન્કિંગમાં નંબર એક પર રહેલા ઈંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1973 બાદથી અત્યાર સુધી કુલ 90 વનડે મેચ રમી છે. તેમાંથી ન્યૂઝીલેન્ડે 43 તો ઈંગ્લેન્ડે 41 મેચમાં જીત મેળવી છે. ઈંગ્લેન્ડની ધરતી પર બંન્ને ટીમ વચ્ચે કુલ 31 મેચ રમાઇ જેમાંથી ઈંગ્લેન્ડને 17 જ્યારે ન્યૂઝીલેન્ડે 12 મેચમાં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર બંન્ને ટીમ 43 મેચમાં આમને-સામને થઈ છે જેમાંથી ન્યૂઝીલેન્ડે 21 અને ન્યૂઝીલેન્ડે 18 મેચમાં જીત મેળવી છે. ન્યૂટ્રલ વેન્યૂ પર બંન્ને વચ્ચે 16 મેચ રમાઇ છે, જેમાં ન્યૂઝીલેન્ડે બાજી મારતા 10 મેચ પોતાના નામે કરી છે જ્યારે ઈંગ્લેન્ડે 6 મેચમાં જીત મેળવી છે. અહીં પર વનડે મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ પર હાવી રહી છે.
આઈસીસી વિશ્વ કપ ટૂર્નામેન્ટની વાત કરીએ તો અહીં પર પણ કીવી ટીમનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. બંન્ને દેશો વચ્ચે આ ટૂર્નામેન્ટમાં 9 વખત ટક્કર થઈ છે જેમાંથી ન્યૂઝીલેન્ડે 5 જ્યારે ઈંગ્લેન્ડે ચાર મેચ જીતી છે. પરંતુ આ વખતે લીગ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડને 119 રનના મોટા અંતરથી ચેસ્ટર લી સ્ટ્રીટમાં હરાવ્યું હતું.
બંન્ને દેશોના ખેલાડીના બેસ્ટ પ્રદર્શનની વાત કરીએ તો અહીં પણ કીવી ટીમ આગળ જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી રન રન બનાવનાર રોસ ટેલર છે. ટેલરે ઈંગ્લેન્ડ ટીમ વિરુદ્ધ અત્યાર સુધી કુલ 1409 રન બનાવ્યા છે જ્યારે બોલિંગના મામલામાં 36 વિકેટની સાથે ટિમ સાઉદી નંબર એક પર છે. ઈંગ્લેન્ડ તરફથી ન્યૂઝીલેન્ડે વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર જો રૂટ છે. રૂટે કીવી ટીમની વિરુદ્ધ વનડેમાં અત્યાર સુધી કુલ 925 રન બનાવ્યા છે. તો સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન છે જેણે કીવી ટીમ વિરુદ્ધ 33 વિકેટ ઝડપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે