ટેનિસઃ સિનસિનાટી ઓપન જીતીને જોકોવિચે રચ્યો ઇતિહાસ
સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચે ફાઇનલમાં દિગ્ગજ રોજર ફેડરરને પરાજય આપ્યો. તેણે સીધા સેટમાં 6-4, 6-4થી જીત મેળવી હતી. જોકોવિચે આ વર્ષે વિમ્બલ્ડન બાદ બીજુ ટાઇટલ હાસિલ કર્યું છે.
Trending Photos
સિનસિનાટીઃ સબ્રિયાના સ્ટાર નોવાક જોકોવિચે સિનસિનાટી ઓપનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. આ સાથે તેણે ઈતિહાસ રચી દીધો છે. તેણે ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. સપનું સાકાર થયું.
જોકોવિચ 1990 બાદ તમામ નવ માસ્ટર્સ-1000 ટૂર્નામેન્ટોનો ખિતાબ જીતનાર પ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો છે. વર્લ્ડ નંબર-10 જોકોવિચે પુરૂષ સિંગલના ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડના વર્લ્ડ નંબર-2 રોજર ફેડરરને સીધા સેટમાં 6-4, 6-4થી હરાવીને ટાઇટલ જીત્યું છે. ફેડરર અહીં સાત વખતનો ચેમ્પિયન છે અને પ્રથમવાર ફાઇનલમાં હાર્યો છે.
આ પહેલા ટૂર્નામેન્ટમાં ત્રણ વખત જોકોવિચને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ફેડરર વિરુદ્ધ જોકોવિચના આ મોટી જીત છે. ફેડરર વિરુદ્ધ ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં તેનો રેકોર્ડ 3-1નો છે અને ઓવરઓલ ચેમ્પિયનશિપ મેચમાં 12-6નો છે, જેમાં 2015 વિમ્બલ્ડન અને અમેરિકન ઓપન સામેલ છે.
A dream come true 🙏🏆@CincyTennis #GoldenMasters pic.twitter.com/nb9XL7nw2W
— Novak Djokovic (@DjokerNole) August 20, 2018
આ છે 9 માસ્ટર્સ 1,000 ટૂર્નામેન્ટ
ઈન્ડિયન વેલ્સ માર્ટર્સ
મિયામી ઓપન
મોન્ટે-કાર્લો માસ્ટર્સ
મેડ્રિડ ઓપન
ઇટાલિયન ઓપન
કેનેડા ઓપન
સિનસિનાટી માસ્ટર્સ
શંઘાઇ માસ્ટર્સ
પેરિસ માસ્ટર્સ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે