NED vs BAN: બાંગ્લાદેશને ધૂળ ચટાડી નેધરલેન્ડે બનાવ્યો રેકોર્ડ, વર્લ્ડકપમાં બીજી જીત

ODI World Cup 2023 BAN vs NED: નેધરલેન્ડે ઈતિહાસ રચ્યો અને વનડે વર્લ્ડ કપ 2023માં બીજી જીત હાંસલ કરી. આ વખતે ડચ ટીમે બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું હતું.

NED vs BAN: બાંગ્લાદેશને ધૂળ ચટાડી નેધરલેન્ડે બનાવ્યો રેકોર્ડ, વર્લ્ડકપમાં બીજી જીત

ODI World Cup 2023 BAN vs NED Match Records: વર્લ્ડ કપ 2023ની 28મી મેચમાં નેધરલેન્ડે બાંગ્લાદેશને 87 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડનો આ બીજો વિજય હતો. આ પહેલા ડચ ટીમે આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. બાંગ્લાદેશ સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતી વખતે નેધરલેન્ડ 229 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા વિરોધી ટીમને 142 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. નેધરલેન્ડે આ જીત સાથે ઘણા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.

વલ્ડ કપમાં ચોથી એસોસિએટ નેશન ટીમ સામે હાર્યું બાંગ્લાદેશ (ફૂલ મેંબરના રૂપમાં સૌથી વધુ) 

અગાઉ, બાંગ્લાદેશને વર્લ્ડ કપમાં ત્રણ સહયોગી દેશો - કેનેડા, કેન્યા અને આયર્લેન્ડની ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને આજે નેધરલેન્ડે શાકિબ અલ હસનની કપ્તાનીમાં બાંગ્લાદેશને 87 રને હરાવ્યું હતું. આ રીતે, આજે બાંગ્લાદેશ એક પૂર્ણ સભ્ય તરીકે વિશ્વ કપમાં ચોથી વખત એટલે કે સહયોગી રાષ્ટ્ર સામે સૌથી વધુ મેચ હારી ગયું.

નેધરલેન્ડે બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને મોટી જીત હાંસલ કરી. તેણે બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું. વર્લ્ડ કપમાં આ તેની બીજી જીત છે. આ પહેલા તેણે દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. નેધરલેન્ડના હવે છ મેચમાં ચાર પોઈન્ટ છે. આ સાથે જ બાંગ્લાદેશના છ મેચમાં માત્ર બે પોઈન્ટ છે અને તે વિશ્વ કપમાંથી લગભગ બહાર થઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news