TOKYO OLYMPICS માં આ 4 રેસલર કરશે ભારતનું પ્રતિનિધિત્વ, ચારેય રેસલરની UWW એ કરી પસંદગી

TOKYO OLYMPICS માં આ 4 રેસલર કરશે ભારતનું પ્રતિનિધિત્વ, ચારેય રેસલરની UWW એ કરી પસંદગી

નવી દિલ્હીઃ ભારત માટે અત્યાર સુધી 6 રેસલર ઓલિમ્પિક માટે ક્વોલીફાય થઈ ગયા છે. આ 6 રેસલરમાંથી 4ને રેસલિંગની વર્લ્ડ ફેડરેશન UWWએ ઓલિમ્પિકમાં પસંદગી કરી છે. ભારતીય પહેલાવનો વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, દીપક પૂનિયા અને રવિ કુમારને જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટે પોત પોતાના વર્ગમાં પસંદગી કરવામાં આવી છે.

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

વિનેશને 53 કિલોગ્રામમાં શીર્ષ ક્રમાંકે પસંદગી થઈ છે. વિનેશે વર્ષ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોનઝ જીતીને ઓલિમ્પિક કોટા મેળવ્યો હતો. જ્યારે બજરંગને પુરૂષોના 65 કિલોગ્રામ વર્ગમાં બીજા ક્રમાંકે પસંદગી થઈ છે. બજરંગ પૂનિયા દેશ માટે મેડલ લાવવા માટેના પ્રબલ દાવેદાર છે. બંને સ્ટાર ખેલાડી હાલ વિદેશમાં ટ્રેનિંગ લઈ રહ્યાં છે.

Gangubai થી લઈને Bell Bottom સુધી..આ તમામ ફિલ્મો હવે જલ્દી જ થિએટરમાં થશે રીલિઝ

દીપકને 86 કિલોગ્રામ અને પોલેન્ડ વર્લ્ડ રૈંકિંગ સિરિઝમાં સિલ્વર જીતનાર રવિ દહિયાને 57 કિલોગ્રામમાં ચોથા ક્રમાંકે પસંદગી થઈ છે. રશિયાના રાશિદોવ ગદ્જિમુરાદ પુરૂષોના 65 કિલોગ્રામમાં પ્રથમ હશે જ્યારે 57 કિલોગ્રામ વર્ગમાં સર્બિયાના સ્ટિવન મિસિચ અને 86 કિલોગ્રામમાં ઈરાનના હસન યાજજાનિચારાટીની પ્રથમ ક્રમાંકે પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પિક કોટા મેળવનારા સુમિત મલિક (125 કિલોગ્રામ) ડોપ ટેસ્ટ અસફળ થયા પછી અસ્થાયીરૂપથી નિલંબિત થયા. તેવામાં તેઓને ઓલિમ્પિક કોટા નથી આપવામાં આવ્યો. જોકે સુમિતનું કહેવું છે કે તેઓએ ડ્રગ્સ નથી લીધા, પેનકીલર લીધી છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news