એબી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતી, જાણો તેના વિશે ખાસ વાતો
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઈ લીધી છે.
Trending Photos
જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેણે હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં બેંગલુરૂ તરફથી ભાગ લીધો હતો. વેબસાઇટ ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ પ્રમાણે તે જુલાઈમાં શ્રીલંકા સામે રમાનાવી દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે. તો આવો એબી ડિવિલિયર્સેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાના અવસરે જાણીએ તેના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો....
- ડિવિલિયર્સની ગણના હાલના સમયના મહાન બેટ્સમેનોમાં થતી હતી.
- તે આફ્રિકન ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેણે પોતાના દેશ માટે 114 ટેસ્ટ મેચોની 191 ઈનિંગમાં 50.66ની એવરેજથી 8765 રન બનાવ્યા છે. જેમાં 22 સદી અને 46 અર્ધસદી સામેલ છે.
- ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 278 છે. તેણે 228 વનડે રમી છે, જેમાં 53.50ની એવરેજથી 9577 રન બનાવ્યા છે.
- વનડેમાં 25 સદી અને 53 અર્ધસદી સામેલ છે
- વનડેમાં સર્વાધિક સ્કોર 176 રન છે. ટી20માં ડિવિલિયર્સે પોતાના દેશ માટે 78 મેચ રમ્યા છે અને 1672 રન બનાવ્યા છે.
- ટી20માં તેણે 26.12ની એવરેજથી રન બનાવ્યા છે. રમતના સૌથી નાના ફોર્મેટમાં તેના નામે 10 અર્ધસદી છે અને અણનમ 79 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે.
- એબી ડિવિલિયર્સના નામે ઘણા ખાસ રેકોર્ડ નોંધાયેલા છે. તેના નામે 31 બોલમાં વનડે સદી ફટકારવાનો રેકોર્ડ છે. વર્ષ 2015માં વિન્ડીઝ વિરુદ્ધ તેણે આ સિદ્ધિ મેળવી હતી.
- આ સિવાય વનડેમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ પણ એબીના નામે છે. તેણે 16 બોલમાં અર્ધસદી ફટકારીને જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે