કર્ણાટકના 'કિંગ' કુમારસ્વામીની પત્નીને લઈને જબરદસ્ત કન્ફ્યુઝન, જાણો શું છે હકીકત

કર્ણાટકના રાજકારણે દેશની રાજનીતિને નવો વળાંક આપ્યો છે. કર્ણાટકમાં ભાજપની ગણતરીના કલાકોની સરકાર પડી અને ત્યારબાદ હવે કિંગ તરીકે કુમારસ્વામી ખુરશી પર બિરાજમાન થયા છે.

  • કર્ણાટકના કિંગ બન્યા કુમારાસ્વામી
  • કુમારાસ્વામીની પત્નીને લઈને ખુબ અસમંજસ
  • કુમારસ્વામીએ ફિલ્મ અભિનેત્રી રાધિકા સાથે કર્યા હતાં બીજા લગ્ન

Trending Photos

કર્ણાટકના 'કિંગ' કુમારસ્વામીની પત્નીને લઈને જબરદસ્ત કન્ફ્યુઝન, જાણો શું છે હકીકત

નવી દિલ્હી: કર્ણાટકના રાજકારણે દેશની રાજનીતિને નવો વળાંક આપ્યો છે. કર્ણાટકમાં ભાજપની ગણતરીના કલાકોની સરકાર પડી અને ત્યારબાદ હવે કિંગ તરીકે કુમારસ્વામી ખુરશી પર બિરાજમાન થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમના અંગત જીવનમાં જે કઈ થયું તે સમગ્ર દેશે જોયું. એક બાજુ જ્યાં કર્ણાટકમાં ખુરશીની ખેંચતાણ ચાલી રહી હતી, ત્યાં સોશિયલ મીડિયા પર તેમની એક તસવીર શેર થઈ રહી હતી જેમાં તેમની સાથે એક યુવતી હતીં. કહેવાય છે કે તે રાધિકા છે અને કુમારસ્વામીની બીજી પત્ની છે. એક અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે લગભગ એક દાયકો સાથે રહ્યાં બાદ રાધિકા અને કુમારસ્વામી અલગ થઈ ગયાં.

પત્નીને લઈને છે ખુબ કન્ફ્યુઝન
કુમારસ્વામીની પત્નીની લઈને ખુબ કન્ફ્યુઝન છે. કારણ કે કાયદાકીય રીતે તેમની પત્ની અનિતા કુમારસ્વામી છે. જેમની સાથે કુમારસ્વામીએ 1986માં લગ્ન કર્યા હતાં. જો કે 2006માં તેમણે ગૂપચૂપ રીતે કન્નડ અભિનેત્રી રાધિકા સાથે લગ્ન કર્યા હતાં. કહેવાય છે કે જ્યારે કુમારસ્વામીએ પહેલા લગ્ન કર્યા હતાં તે વર્ષે રાધિકાનો જન્મ થયો હતો. કારણ કે બંનેની ઉંમરમાં લગભગ 27 વર્ષનું અંતર છે. તેમના પહેલા લગ્નથી તેમને એક પુત્ર પણ છે. જેનું નામ નિખિલ ગૌડા છે. જ્યારે બીજા લગ્નથી તેમને એક પુત્રી છે.

બે ઘરો વચ્ચે સમય વહેંચતા હતાં કુમારસ્વામી
કુમારસ્વામીએ ક્યારેય સાર્વજનિક રીતે રાધિકા સાથે લગ્નની વાત કબુલી નથી. જ્યારે બીજી બાજુ તેમની પહેલી પત્ની પણ હંમેશા તેમની સાથે જ જોવા મળી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રોએ ધ ટેલિગ્રાફને માહિતી આપી કે રાધિકા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવા માંગતી નથી. સૂત્રોએ દાવો કર્યો છે કે રાધિકા સાથે રિલેશનશિપ હોવાના કારણે કુમારસ્વામી નવા અને જૂના ઘર વચ્ચે પોતાનો સમય બરાબર વહેંચતા હતાં.

રાધિકાથી અલગ થયા કુમારસ્વામી
સોશિયલ મીડિયા પર જે તસવીરો વાઈરલ થઈ તે કન્નડ ફિલ્મ અભિનેત્રી રાધિકાની છે. જેના અંગે ચર્ચા છે કે તેણે એક દાયકા પહેલા કુમારસ્વામી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બે વર્ષ પહેલા બંને અલગ થઈ ચૂક્યા છે. સૂત્રોએ જણાવ્યું કે કુમારસ્વામીના રાધિકા સાથેના સંબંધને લઈને ઘરમાં અશાંતિ હતી. કારણ કે કુમારસ્વામી પહેલેથી વિવાહીત હતાં અને તેમનો એક પુત્ર છે જે હવે મોટો થઈ ગયો છે. કુમારસ્વામીના પરિવાર અને પુત્રે ક્યારેય રાધિકાને સ્વીકારી નથી. આ જ કારણ છે કે બે વર્ષ પહેલા રાધિકા અને કુમારસ્વામી અલગ થઈ ગયાં.

કાયદાકીય રીતે અનીતા છે પત્ની
કુમારસ્વામી ભલે એક દાયકાથી વધુ સમય સુધી રાધિકા સાથે રહ્યાં હોય પરંતુ તેમણે પોતાની પહેલી પત્નીને ક્યારેય છોડી નથી. ધ ટેલિગ્રાફના જણાવ્યાં મુજબ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હાલ કુમારસ્વામીની પહેલી પત્ની અનીતા જ તેમની કાયદાકીય પત્ની છે. જ્યારે કુમારસ્વામીએ પણ હવે રાધિકા સાથે રહેવાનું બંધ કરી દીધુ છે.

હિંદુ કાયદામાં બે લગ્ન ગેરકાયદેસર
હિંદુ વિવાહ કાયદા મુજબ એક સાથે બે લગ્ન ગેરકાયદેસર છે. આ જ કારણ હતું કે થોડા સમય પહેલા હાઈકોર્ટમાં આ અંગે એક અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ સાક્ષીઓના અભાવે કોર્ટે તેને ફગાવી દીધી. જો કે 2010માં એક ઈન્ટરવ્યુમાં રાધિકાએ કહ્યું હતું કે 'હું શ્રીમતી રાધિકા કુમારસ્વામી છું અને મેં એચડી કુમારસ્વામી સાથે 4 વર્ષ પહેલા લગ્ન કર્યા છે અને અમારી એક પુત્રી શમિકા છે જે એક વર્ષની થવા જઈ રહી છે.' પુત્રી સાથે બંનેની તસવીરો પણ વાઈરલ થઈ હતી.  

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news