Maharashtra Political Crisis: ગુવાહાટીમાં એકનાથ શિંદેનું 'શક્તિ પ્રદર્શન', 'શિંદેસાહેબ તુમ આગે બઢો...'ના સૂત્રોચ્ચાર

Maharashtra Political Drama: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ જબરદસ્ત ઉથલપાથલ છે. શિવસેનામાં ફૂટના કારણે જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે પોતાની ખુરશી અને પાર્ટીને બચાવવાની કોશિશમાં લાગ્યા છે.  પરંતુ તેમની આ કોશિશ સફળ થતી જોવા મળી રહી નથી.

Maharashtra Political Crisis: ગુવાહાટીમાં એકનાથ શિંદેનું 'શક્તિ પ્રદર્શન', 'શિંદેસાહેબ તુમ આગે બઢો...'ના સૂત્રોચ્ચાર

Maharashtra Political Drama: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ જબરદસ્ત ઉથલપાથલ છે. શિવસેનામાં ફૂટના કારણે જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે પોતાની ખુરશી અને પાર્ટીને બચાવવાની કોશિશમાં લાગ્યા છે.  પરંતુ તેમની આ કોશિશ સફળ થતી જોવા મળી રહી નથી. રિપોર્ટ મુજબ ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં પણ પાર્ટીના વધુ કેટલાક વિધાયકોએ બળવો પોકાર્યો છે અને ગુવાહાટીમાં એકનાથ શિંદે પાસે પહોંચી ગયા છે.

ઉદ્ધવ જલદી વર્ષા પાછા ફરશે-સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે બહુ જલદી વર્ષા બંગલામાં પાછા ફરશે. ગુવાહાટીમાં 21 વિધાયકોએ અમારો સંપર્ક કર્યો છે અને જ્યારે તેઓ મુંબઈ પાછા ફરશે ત્યારે તેઓ અમારી સાથે આવશે. 

— ANI_HindiNews (@AHindinews) June 23, 2022

ભાજપે આપી એકનાથ શિંદેને ઓફર
રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને ઓફર આપી છે. કહેવાય છે કે ભાજપે સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરતા શિંદે જૂથને એવી પણ ઓફર આપી છે કે તેમને કેન્દ્ર સરકારમાં 2 મંત્રીપદ પણ આપવામાં આવશે. 

ગુવાહાટીમાં એકનાથ શિંદેનું શક્તિપ્રદર્શન
એકનાથ શિંદે હાલ ગુવાહાટીમાં વિધાયકો સાથે છે. તેમનો એક ગ્રુપ ફોટો સામે આવ્યો છે. આ તમામ વિધાયકો એકસાથે બેસીને શિવસેના જિંદાબાદ, બાળાસાહેબ ઠાકરેની જયના નારા લગાવી રહ્યા છે. આ વિધાયકો સાથે કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ સામેલ છે. વિધાયકો એવા પણ નારા લગાવી રહ્યા છે કે 'શિંદેસાહેબ તુમ આગે બઢો..હમ તુમ્હારે સાથ હૈ'.

— ANI (@ANI) June 23, 2022

શિવસેનાની બેઠકમાં ફક્ત 12 ધારાસભ્યો પહોંચ્યા
શિવસેનામાં બળવો કઈ હદે વધી ગયો છે તે એના પરથી ખબર પડે કે આજે જે બેઠક હતી તેમાં ફક્ત 12 ધારાસભ્યો પહોંચ્યા. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના કુલ 55 ધારાસભ્યો છે. એકનાથ શિંદે પહેલેથી જ એવો દાવો કરી ચૂક્યા છે કે શિવસેનાના 38થી વધુ ધારાસભ્યો તેમની સાથે છે અને આજે પણ કહ્યું હતું કે 13ને બાદ કરતા બાકીના વિધાયકો તેમની સાથે છે. 

આ વિધાયકો પહોંચ્યા બેઠકમાં
અજય ચૌધરી, રવિન્દ્ર વાયકર, રાજન સાલવી, વૈભવ નાઈક, નિતિન દેશમુખ, ઉદય સામંત, સુનિલ રાઉત, સુનિલ પ્રભુ, દિલિપ લાંડે, રાહુલ પાટિલ, રમેશ કોરગાવકર, પ્રકાશ ફાતરપેકર, અને આદિત્ય ઠાકરે 

એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને પત્ર
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે બળવાખોર બનેલા શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેમણે શિવસેનાના ધારાસભ્યોની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ગઈકાલે ખરા અર્થે બંગલાના દરવાજા ઉઘડ્યા, જે ગત અઢી વર્ષથી ધારાસભ્યો માટે બંધ કરાયા હતા, ભીડ જોઈને આનંદ થયો. કેટલાક સોકોલ્ડ ચાણક્યકાર રાજ્યસભા અને વિધાનસભા પરિષદના નિર્ણય લેતા હતા. શિવસેનાના મુખ્યમંત્રી હોવા છતાં અમને ક્યારેય બંગલામાં પ્રવેશ ન મળ્યો. ધારાસભ્યોને ગેટ પર ઊભા રખાતા હતા. અમે લોકોના પ્રશ્નો લઈને જતા હતા તો અંદર પ્રવેશ નહતો મળતો. ધારાસભ્યો સાથે આવુ અપમાનજનક વર્તન કેમ તે અમારો સવાલ છે? તેવા સમયે માત્ર એકનાથ શિંદેનો દરવાજો તેમના માટે ખુલ્લો હતો. આ સાથે તેમણે કહ્યું કે હિન્દુત્વ, અયોધ્યા, રામમંદિર શિવસેનાના મુદ્દા છે તો અમને અયોધ્યા જતા કેમ રોકાયા. 

ગુવાહાટીમાં ટીએમસીનું પ્રદર્શન
અસમના ગુવાહાટીમાં હોટલ રેડિસન બ્લ્યૂની બહાર ટીએમસી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ હોટલમાં મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો રોકાયેલા છે. પ્રદર્શનકારીઓને પોલીસ હટાવવાની કોશિશ કરી રહી છે. આ સાથે જ હોટલની બહાર સુરક્ષા પણ વધારવામાં આવી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 23, 2022

ઉદ્ધવ ઠાકરે પર નોંધાઈ એફઆઈઆર
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના એક નેતાએ તેમની સામે મુંબઈના મલબાલ હિલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીતમાં ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તજિન્દર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે કોવિડ પોઝિટિવ હોવા છતાં લોકો સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કોવિડ સંલગ્ન નિયમોનો ભંગ કર્યો છે. આથી તેમણે તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. 

લગાવ્યા આ આરોપ
ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ઓનલાઈન કરાયેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મીડિયામાં સવારથી એવી ચર્ચાઓ હતી કે ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત થયા છે અને તેમના સહયોગી કોંગ્રેસનેતા કમલનાથે પણ આ અંગે પુષ્ટિ કરી હતી. કોવિડ પ્રોટોકોલ મુજબ કોવિડ પોઝિટિવ થયા બાદ સંક્રમિત વ્યક્તિએ કોઈ સાથે મુલાકાત કરવી જોઈએ નહીં અને પોતાને આઈસોલેટ કરવા જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કોવિડ પોઝિટિવ હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ પોતાના સમર્થકો સાથે મુલાકાત કરીને કોવિડ અંગે સરકારના પ્રોટોકોલનો ભંગ કર્યો છે અને આથી તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થવી જોઈએ. 

વધુ વિધાયકો ગુવાહાટી પહોંચ્યા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે હોવાની ચર્ચા
મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે રાતે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટીમાં રેડિસન બ્લ્યૂ હોટલમાં જઈને શિંદે જૂથને મળ્યા છે. એવી ચર્ચા છે કે બે અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે ગુવાહાટી પહોંચ્યા છે. કહેવાય છે કે આ વિધાયકો મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ સાથે સુરતથી ગુવાહાટી રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના વિધાયકોમાં ગુલાબરાવ પાટિલ અને યોગેશ કદમ જેવા નામ સામેલ છે. 

— ANI (@ANI) June 23, 2022

12 અન્ય ધારાસભ્યો પણ સંપર્કમાં
એવો દાવો થઈ રહ્યો છે કે મુંબઈથી વધુ ત્રણ વિધાયક બળવો પોકારીને શિંદે જૂથમાં જઈ શકે છે. જો આમ થશે તો શિંદે સાથે શિવસેનાના વિધાયકોની સંખ્યા 36 થઈ જશે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં હોવાના મીડિયા રિપોર્ટ્સ છે. અત્રે જણાવવાનું કે શિંદે જૂથે 34 વિધાયકોના હસ્તાક્ષર સાથે એક લેટર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મોકલ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે એકનાથ શિંદે જ શિવસેના વિધાયક દળના નેતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news