ભારત વિરુદ્ધ મેચમાં કાળી પટ્ટી બાંધી ઉતરશે પાકિસ્તાની ખેલાડી, જાણો શું છે કારણ

Asia Cup 2022: એશિયા કપ 2022માં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી કાળી પટ્ટી બાંધી ઉતરશે. તેની પાછળનું કારણ ખુબ સારૂ છે, જે પાકિસ્તાન ક્રિકેટ ટીમ કરવા જઈ રહી છે. 

ભારત વિરુદ્ધ મેચમાં કાળી પટ્ટી બાંધી ઉતરશે પાકિસ્તાની ખેલાડી, જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં એશિયા કપ 2022નો મુકાબલો રમાવાનો છે. આ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી ભારત વિરુદ્ધ કાળી પટ્ટી બાંધી મેદાનમાં ઉતરશે. તેની પાછળનું કારણ ખુબ મહત્વનું છે, જે બાબર આઝમની આગેવાનીવાળી ટીમ કરવા જઈ રહી છે. આ મુકાબલો લોકલ ટાઇમ એટલે કે યૂએઈના સમયાનુસાર સાંજે 6 કલાકે શરૂ થશે, પરંતુ તે સમયે ભારતમાં 7.30 વાગ્યા હશે.

હકીકતમાં પાકિસ્તાન ટીમના ખેલાડીઓ દ્વારા કાળી પટ્ટી (બ્લેક આર્મ બેન્ડ) બાંધવાની પાછળ કારણ છે કે તે દેશમાં પૂરથી પ્રભાવિત લોકોની સાથે એકતાનો સંદેશ આપવામાં આવે છે. પાકિસ્તાનમાં આ સમયે પૂરે લાખો લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી પાકિસ્તાનમાં પૂરથી 1 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો બેઘર થયા છે.

પાકિસ્તાનના ઘણા વિસ્તારમાં આ સમયે પૂર આવ્યું છે અને ખૈબર કખ્તૂનખ્વાં આ સમયે સૌથી વધુ પ્રભાવિત પ્રાંત છે. અહીં વરસાદ અને પૂરને કારણે થયેલી ભૂસ્ખલન અને અન્ય ઘટનાઓમાં ઘણા લોકોના મોત થઈ ચુક્યા છે. પાકિસ્તાનના મંત્રી રાણા સનૌલ્લાહે જાણકારી આપી કે દેશમાં પૂરથી આશરે 33 લાખ લોકો પ્રભાવિત છે અને 1033 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં 456 પુરૂષ, 207 મહિલાઓ અને 348 બાળકો સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news