અમને મરવા માટે ન છોડો... અફઘાનિસ્તાન ક્રિકેટર રાશિદ ખાને વિશ્વના નેતાઓને કરી અપીલ

સ્ટાર અફઘાની ક્રિકેટર રાશિદ ખાને ટ્વીટ કરતા વિશ્વના નેતાઓને અપીલ કરી છે કે તેમના દેશના લોકોને મરવા માટે એકલા ન છોડો. મુશ્કેલ સ્થિતિમાં અફઘાનિસ્તાન અને ત્યાંના લોકોની મદદ કરો. 
 

અમને મરવા માટે ન છોડો... અફઘાનિસ્તાન ક્રિકેટર રાશિદ ખાને વિશ્વના નેતાઓને કરી અપીલ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં વધતી તાલિબાનની ક્રૂતતાથી ક્રિકેટ રાશિદ ખાન (Rashid Khan) દુખી છે. તેણે ટ્વિટરના માધ્યમથી વિશ્વના મોટા નેતાઓને અફઘાની લોકોને બચાવવાની અપીલ કરી છે, જેના પર મોટી સંખ્યામાં લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. બીજીતરફ બીજી તરફ ભારત અને અમેરિકા સહિત મોટા દેશોએ પોતાના લોકોને અફઘાનિસ્તાન છોડવા માટે કહી દીધું છે. 

દુનિયાના મિસ્ટ્રી સ્પિનરોમાં સામેલ રાશિદ ખાને ટ્વીટમા લખ્યુ- દુનિયાભરના પ્રિય નેતાઓ! મારો દેશ સંકટમાં છે. દરરોજ મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકો મરી રહ્યા છે. ઘરો અને સંપત્તિઓને બરબાદ કરવામાં આવી રહી છે. લોકો પોતાનું ઘર છોડી જવા માટે મજબૂર  કરવામાં આવી રહ્યાં છે. આ મુશ્કેલ સ્થિતિમાં અમને એકલા ન છોડો. અફઘાનિસ્તાન અને ત્યાંના લોકોને બરબાદ થતા બચાવી લો. અમે શાંતિ ઈચ્છીએ છીએ. 

— Rashid Khan (@rashidkhan_19) August 10, 2021

ઉલ્લેખનીય છે કે ભારતીય દૂતાવાસે મંગળવારે જારી પત્રમાં પોતાના નાગરિકોને તત્કાલ અફઘાનિસ્તાન છોડવાની સલાહ આપી છે. ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તે ભારત પરત ફરવા માટે તત્કાલ યાત્રાની વ્યવસ્થા કરે. 

અફઘાનિસ્તાનમાં હાજર ભારતીય કંપનીઓને પણ ભારતીય કર્મચારીઓને તત્કાલ સ્વદેશ મોકલવાની સલાહ આપવામાં આવી છે. આ પહેલા 29 જૂન અને 24 જુલાઈએ પણ ભારતીય દૂતાવાસે આપણા નાગરિકોને અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને સલાહ જારી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news