આ હશે પિટરસનની છેલ્લી ટૂર્નામેન્ટ, ત્યારબાદ ક્રિકેટને કહી દેશે અલવિદા

 આ હશે પિટરસનની છેલ્લી ટૂર્નામેન્ટ, ત્યારબાદ  ક્રિકેટને કહી દેશે અલવિદા

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડનો કેવિન પિટરસન પાકિસ્તાન સુપર લીગના ત્રીજી સીઝન બાદ તમામ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે. પીએસએલ સીઝન ત્રણની શરૂઆત ગુરૂવારથી દુબઈમાં થશે. પિટરસન પીએસએલમાં ક્વેટા ગ્લૈડિએટર્સની તરફથી રમે છે. આ આક્રમક બેટ્સમેને ગ્લૈડિએટર્સ સાથે જોડાવા માટે દુબઈ રવાના થતા પહેલા પોતાના પુત્ર સાથે ગળે મળતી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. પિટરસને ક્રિકેટ કેરિયરના અંતનો સંકેત આપતા કહ્યું, ક્રિકેટ ખેલાડીના રૂપમાં જેસિકા ટેલર અને પોતાના બાળકોને અસંખ્ય વાર અલવિદા કહ્યું અને આજે સાંજે આ અંતિમ વાર કરવાનું છે. મને અલવિદા કહેવાથી નફરત છે પરંતુ ખબર છે આ કામ છે અને કરવું પડશે. 

પિટરસને ક્વોટાને પ્રથમ બે વર્ષ પીએસએલના ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ ગત વર્ષે તે પોતાના પરિવારની સુરક્ષાની ચિંતાને કારણે ફાઈનલ માટે લાહોરનો પ્રવાસ પડતો મુક્યો હતો. 2005માં પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત કરનાર પિટરસને 104 ટેસ્ટ, 136 વનડે અને 37 ટી20 મેચ રમ્યા ચે. પિટરસન ટેસ્ટ કેરિયરમાં 23 સદી અને 35 અર્ધસદીની મદદથી 8181 રન બનાવ્યા છે. જ્યારે 134 વનડેમાં 41.32ની એવરેજથી 4442 રન બનાવ્યા જેમાં 9 સદી અને 25 અર્ધસદી સામેલ છે. 

પિટરસન ઈંગ્લેન્ડનો ત્રીજો એવો બેટ્સમેન છે જેણે આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં હજારથી વધુ રન બનાવ્યા છે. તે સિવાય પિટરસન ઈંગ્લેન્ડ ક્રિકેટના ઇતિહાસમાં પિટરસન સૌધી વધુ રન બનાવનાર પાંચમો બેટ્સમેન છે. 

પિટરસન ઈંગ્લેન્ડની ટીમના ખાસ ખેલાડીઓમાં સામેલ હતો, પરંતુ 2013-2014ની એસિઝ શ્રેણી દરમિયાન 0-5થી ઈંગ્લેન્ડની હાર બાદ તેને હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પીટરસન ઘણી ટી20 ટૂર્નામેન્ટમાં બાગ લીધો જેમાં આઈપીએલ સામેલ છે. આઈપીએલમાં તેણે 2014માં 11 અને 2016માં 4 મેચમાં ભાગ લીધો હતો. તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં પણ રમી ચૂક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news