ગોપીચંદે કહ્યું, ભારતીય ખેલાડી જીતશે ઓલ ઈંગ્લેન્ડનું ટાઇટલ, આ ખેલાડી પાસે છે આશા

ભારતીય ખેલાડીઓના છેલ્લા એક વર્ષના પ્રદર્શનને જોતા રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદને લાગે છે કે, આ વખતે ઓલ ઈંગ્લેન્ડનું ટાઇટલ ભારતીય ખેલાડી જીતશે. 

 ગોપીચંદે કહ્યું, ભારતીય ખેલાડી જીતશે ઓલ ઈંગ્લેન્ડનું ટાઇટલ, આ ખેલાડી પાસે છે આશા

હૈદરાબાદઃ ભારતીય બેડમિન્ટનના રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે મંગળવારે સોમવારે આશા વ્યક્ત કરી કે આગામી ઓલ ઈંગ્લેન્ડનું ટાઇટલ કોઈ ભારતીય જીતીને 18 વર્ષથી ચાલી રહેલા દુષ્કાળને સમાપ્ત કરી દેશે. દોપીચંદ આ ટાઇટલ જીતનાર અંતિમ ભારતીય ખેલાડી છે, જેણે આ સિદ્ધિ 2001માં મેળવી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે માર્ચમાં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ અને ઓગસ્ટમાં વિશ્વ ચેમ્પિયનશિપ જેવી મોટી સ્પર્ધાઓ છે. 

સાઇના-સિંધુ પાસેથી ગોપીચંદને આશા
સાઇના નેહવાલ અને પીવી સિંધુએ હાલના દિવસોમાં સારૂ પ્રદર્શન કર્યું છે અને આ પૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું કે, બંન્ને ઓલ ઈંગ્લેન્ડમાં સારૂ પ્રદર્શન કરી શકે છે. તેમણે કહ્યું, 'મને આશા છે કે આ વર્ષે કોઈ ભારતીય ખેલાડી ઓલ ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટ જીતશે.' સાઇના, સિંધૂ અને શ્રીકાંત સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. મને એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે ઓલ ઈંગ્લેન્ડમાં અમારૂ પ્રદર્શન શાનદાર રહેશે. ભારતીય કોચે કહ્યું, સાઇનાએ હાલમાં ઈન્ડોનેશિયા ઓપનનું ટાઇટલ જીત્યું છે અને સિંધૂએ પણ સારૂ પ્રદર્શન કર્યું છે. તેથી મને લાગે છે કે બંન્ને ખેલાડી સારૂ કરી શકે છે. આશા છે કે આપણા કોઈ ખેલાડી સારૂ પ્રદર્શન કરશે. ટાઇટલ જીત્યાના 18 વર્ષ થઈ ગયા છે અને મને લાગે છે કે આ વર્ષે હારનો સિલસિલો તૂટશે. 

શ્રીકાંત પાસે સારા પ્રદર્શનની આશા
ગોપીચંદે આ ટાઇટલ 2001માં જીત્યું હતું અને તે પહેલા પ્રકાશ પાદુકોણે 1980માં આ સિદ્ધિ મેળવી હતી. તેમણે કહ્યું, શ્રીકાંત પાસેથી પણ સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે જે આ દિવસોમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. શ્રીકાંતે સારૂ પ્રદર્શન કર્યું છે. તે એવો ખેલાડી છે જેની પાસેથી મને આ વર્ષે સારા પ્રદર્શનની આશા છે. 

બેડમિન્ટન માટે સારા કોચ તૈયાર કરવાનો પડકાર
ગોપીચંદે કહ્યું કે, દેશમાં બેડમિન્ટનની વધતી લોકપ્રિયતાની સાથે ખેલાડીઓની સંખ્યા ઘણી વધી છે પરંતુ તેના પ્રમાણમાં કોચ વધ્યા નથી, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. કોટક મહિન્દ્રા બેન્કની સાથે કરારની તક પર પૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું, દેશમાં કોચોની કમી છે. અમારા માટે સૌથી મોટો પડકાર સારા કોચની આગામી પેઢીને તૈયાર કરવાનો છે. તેમણે કહ્યું, હાલના દિવસોમાં વિદેશી કોચ પર નિર્ભરતા વધી ગઈ છે અને તેવામાં જરૂરી છે કે આપણે ઘરેલૂ કોચ તૈયાર કરીએ અને આ ભાગીદારી તે દિશામાં એક મોટુ પગલું છે. 

6 એર કંડીશન બેડમિન્ટન કોર્ટ બનશે
આ કરાર હેઠળ કોટક મહિન્દ્રા અહીંની પુલેલા ગોપીચંદ એકેડમીમાં એક હાઈ પરફોર્મંસ તાલિમ કેન્દ્રનું નિર્માણ કરશે, જેમાં છ એર કંડીશન બેડમિન્ટન કોર્ટ અને એક સ્પોર્ટ્સ સાઇન્સ સેન્ટર હશે. આ કેન્દ્રમાં ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે ન્યૂટ્રીટનિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને સ્ટ્રેન્થ તથા કંડિસ્નિંગ નિષ્ણાંતોની સાથે ખેલાડીઓ માટે વૈશ્વિક સ્તરના કોચ હશે. કોટક મહિન્દ્રા આ હેઠળ કોચ અને ખેલાડીઓના સમર્થન માટે પ્રમાણપત્ર અને ફેલોશિપ કાર્યક્રમ પણ ચલાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news