Team India નો આ મેચ વિનર ખેલાડી T-20 World Cup માં નહીં રમી શકે! ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા

ઈન્ડિયન ટીમના જોરદાર ખેલાડીને થઈ છે જોરદાર ઈજા. ઈજાના કારણે રવીન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપમાં નહીં રમી શકે.

Team India નો આ મેચ વિનર ખેલાડી T-20 World Cup માં નહીં રમી શકે! ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા

નવી દિલ્હીઃ આ ગુજરાતી ખેલાડી ભારતીય ટીમની બેકબોર્ન ગણાય છે. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ બાપુના હુલામણાં નામે જાણીતા રવીન્દ્ર જાડેજાની. ગ્રાઉન્ડ પર આ ખેલાડીની હાજરી એ ભારતની જીત માટેે ખુબ જરૂરી છે. કારણકે, બેટિંગ હોય કે બોલિંગ કે પછી ફિલ્ડિંગ આ ખેલાડી હંમેશા વિરોધી ટીમ માટે માથાનો દુઃખાવો બનીને રહે છે. જોકે, આગામી ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ આ ખેલાડીને લઈને એક માઠા સમાચાર આવ્યાં છે. જેને કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.  રવીન્દ્ર જાડેજાને જમણા ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે.  તેમના ઘૂંટણનું ઓપરેશન કરાવવામાં આવશે. તેમના ઓપરેશનના કારણે તેમને અનિશ્ચિત સમય સુધી બહાર થવું પડશે.

 

— Doordarshan Sports (@ddsportschannel) September 3, 2022

લાંબા સમયથી હતી તકલીફ-
જાડેજાને ઘૂંટણની સમસ્યા ઘણા લાંબા સમયથી છે. ગયા વર્ષે જાણ થઈ હતી આ જ કારણથી તે પોતાની જાતને ઓલરાઉન્ડરમાં બદલી રહ્યા છે. માનવામાં આવે છે કે બોલિંગ કરતી વખતે ફ્રન્ટ ફૂટ લેન્ડિંગ દરમિયાન તેમના જમણા ઘૂંટણમાં સમસ્યા થાય છે. એશિયા કપમા ગત મેચોમાં ફિલ્ડિંગ દરમિયાન જાડેજા ઇજાગ્રસ્ત થયા તો સમસ્યા વધી ગઈ.

NCAની મેડિકલ ટીમે આપ્યો રિપોર્ટ-
રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીની મેડિકલ ટીમ તરફથી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જાડેજા હાલ ક્રિકેટ રમવા માટે ફિટ નથી. તે ઓછામાં ઓછા 3 મહિના સુધી ક્રિકેટ નહીં રમી શકે છે. એટલે એ ફાયનલ છે જાડેજા T-20 વિશ્વકપ નહીં રમી શકે. 

આ શહેરમાં વપરાય છે સૌથી વધુ Condom! જાણો રાતના 10 વાગ્યા બાદ અચાનક કેમ વધી ગયા આ વસ્તુના ઓર્ડર. કોરોનાકાળમાં ઓનલાઈન ઓર્ડરમાં ધરખમ વધાર થયો છે. જેમાં એક તો ઘરે બેઠાં સરળતાથી કોઈપણ ચીજવસ્તુ મળી રહે છે. અને બીજું હવે કંપની ઓનલાઈન ઓર્ડર પણ ઘણી ઓફર્સ પણ આપતી થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news