ખલીલ અહમદની વિકેટની ઉજવણીની વિરાટ કોહલીએ ઉડાવી મજાક, જુઓ, VIDEO

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખલીલ અહમદની ઉજવણીની મજાક કરતો જોવા મળી રહ્યો છે.

Updated By: May 5, 2019, 04:55 PM IST
ખલીલ અહમદની વિકેટની ઉજવણીની વિરાટ કોહલીએ ઉડાવી મજાક, જુઓ, VIDEO
photo (IANS)

બેંગલોરઃ તેમાં કોઈ શંકા નથી કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ઝડપવી કોઈપણ બોલરનું સપનું હોઈ શકે છે. શનિવારે જ્યારે ખલીલ અહમદે વિરાટને આઉટ કર્યો તો તેનું રિએક્શન જોવા લાયક હતું. ખલીલને લાગી રહ્યું હતું કે તે ચાંદ પર પહોંચી ગયો છે. પરંતુ મેચ બાદ વિરાટ કોહલીએ ખલીલ અહમદની આ ઉજવણીની મજાક ઉડાવી હતી. 

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખલીલ અહમદની ઉજવણીની મજાક કરતો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીની આ મજાક પર તમામ ખેલાડીઓ જોર-જોરથી હસ્તા જોવા મળ્યા હતા. 

વિરાટ કોહલી પણ પોતાનું હસવું રોકી શક્યો નહતો. તે હાથથી ઈશારા કરીને ખલીલ અહમદની મજાક ઉડાવે છે અને પછી ત્યાં ઉભેલા તમામ લોકો હસવા લાગે છે. 

મહત્વનું છે કે 176  રનનો પીછો કરતા વિરાટ કોહલી 16 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ખલીલનો બોલ શોર્ટ વાઇડ હતો. કોહલી આ બોલને હિટ કરવા ઈચ્છતો હતો. પરંતુ બોલ તેના બેટના કિનારાને અડીને વિકેટકીપર સાહાના હાથમાં પહોંચી ગયો હતો. 

આ પહેલા કોહલીએ ખલીલના બોલ પર એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. વિરાટને આઉટ કરીને ખલીલે મેદાન પર મોટુ ઉજવણી કરતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 

આરસીબી પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે અને આ તેનો અંતિમ મુકાબલો હતો. હૈદરાબાદની પાસે પ્લેઓફમાં પહોંચવાની થોડી સંભાવના છે. જો આજના મેચમાં કોલકત્તા મુંબઈ સામે હારે તો હૈદરાબાદ પ્લેઓફની ટિકિટ મેળવી શકશે.