રિષભ પંત ટી20 વિશ્વકપમાં રમશે કે નહીં, BCCI એ રાખી આ શરત, જાણો વિગત

રિષભ પંત આઈપીએલ 2024થી કમબેક કરવાનો છે. તે ટી20 વિશ્વકપમાં પણ રમી શકે છે. બીસીસીઆઈએ તે માટે એક શરત રાખી છે. 

રિષભ પંત ટી20 વિશ્વકપમાં રમશે કે નહીં, BCCI એ રાખી આ શરત, જાણો વિગત

નવી દિલ્હીઃ રિષભ પંત આઈપીએલ 2024થી સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. 17મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. વિકેટકીપર રિષભ પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. તેનું ડિસેમ્બર 2022માં ભયાનક કાર એક્સિડેન્ટ થયું હતું. તેણે છેલ્લા 15 મહિનામાં વાપસી માટે ખુબ મહેનત કરી છે. પંત આઈપીએલ સિવાય ટી20 વિશ્વકપ 2024માં પણ રમી શકે છે, જેનું આયોજન જૂનમાં થશે. પરંતુ પંતના ટી20 વિશ્વકપમાં રમવાને લઈને બીસીસીઆઈએ એક શરત રાખી છે. 

બીસીસીઆઈ સચિવ જય શાહે પીટીઆઈને કહ્યું- પંત સારી બેટિંગ કરી રહ્યો છે. તે કીપિંગ પણ સારી કરી રહ્યો છે. અમે તેને જલ્દી ફિટ જાહેર કરીશું. જો તે ટી20 વિશ્વકપ રમી શકે તો તે અમારા માટે મોટી વાત હશે. તે એક મહત્વનો ખેલાડી છે. જો પંત કીપિંગ કરી શકે તો તે વિશ્વકપમાં રમી શકે છે. જોઈએ આઈપીએલમાં કેવું પ્રદર્શન કરે છે. નોંધનીય છે કે કાર અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ હતી. તેના ઘુંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ સર્જરી કરાવી હતી. 

દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે તાજેતરમાં પંતની ફિટનેસ પર અપડેટ આપ્યું હતું. તેણે આઈસીસી રિવ્યૂમાં કહ્યું કે પંતે નેશનલ ક્રિકેટ એકેડમીમાં વિકેટકીપિંગ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું- આ એક મોટો નિર્ણય છે જે અમારે લેવો પડશે કારણ કે જો તે ફિટ છે તો તમે વિચારશો કે સીધો કેપ્ટનશિપની ભૂમિકામાં પરત આવી જાય. જો તે સંપૂર્ણ રીતે ફિટ નથી તો અમારે તેનો અલગ ભૂમિકામાં ઉપયોગ કરવાનો છે, તો અમે તે નિર્ણય કરીશું. 

પોન્ટિંગે કહ્યું- તેણે છેલ્લા કેટલાક સમયમાં પ્રેક્ટિસ મેચ રમી છે, જે ખરેખર અમારા માટે ઉત્સાહજનક રહી છે. મને ખબર છે કે જે સ્તર પર અમે અત્યારે છીએ તેનાથી પરત આવવા માટે તેણે પોતાના શરીર અને પોતાની ફિટનેસ પર અવિશ્વસનીય રૂપથી ખુબ મહેનત કરી છે. તેને તે મેચોમાંથી એકમાં રાખવામાં આવ્યો છે, જેમાં તેણે ફીલ્ડિંગ કરી છે. તેની બેટિંગ અત્યાર સુધી કોઈ મુદ્દો રહ્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news