વિરાટ કોહલી પછી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ શું કહ્યું જાણો

ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ રોહિત શર્મા માટે એક પ્રકારની પરીક્ષા સમાન છે. જેમાં કેપ્ટન તરીકે તેમનું ટેમ્પરામેન્ટ અને સાથી ખેલાડીઓ સાથેનો વ્યવહાર અને રમત આ દરેક વસ્તુનું પરીક્ષણ પણ કરવામાં આવશે. પસંદગીકારોની નજર રોહિત પર ટકેલી રહેશે.

વિરાટ કોહલી પછી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ શું કહ્યું જાણો

નવી દિલ્લીઃ ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ રોહિત શર્મા માટે એક પ્રકારની પરીક્ષા સમાન છે. જેમાં કેપ્ટન તરીકે તેમનું ટેમ્પરામેન્ટ અને સાથી ખેલાડીઓ સાથેનો વ્યવહાર અને રમત આ દરેક વસ્તુનું પરીક્ષણ પણ કરવામાં આવશે. પસંદગીકારોની નજર રોહિત પર ટકેલી રહેશે. બોર્ડના પસંદગીકર્તાના અધ્યક્ષ ચેતન શર્માએ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી ત્યારે ટેસ્ટ ટીમની કમાન રોહિત શર્માને સોપી હતી. આમ રોહિત શર્મા ભારતને 35મોં ટેસ્ટ સુકાની બન્યો હતો. રોહિત શર્માએ આ અંગે કહ્યું કે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદ સંભાળવું તે એક શાનદાર અનુભૂતિ છે.

 

Ahead of the @Paytm #INDvSL T20I series opener, #TeamIndia Captain @ImRo45 shares his message for all the batters playing in the ongoing #RanjiTrophy. 👍🏻 👍🏻 pic.twitter.com/Kz6ExofX4R

— BCCI (@BCCI) February 23, 2022

 

શ્રીલંકાનો ભારત પ્રવાસ ત્રણ મેચની ટી20 સીરિઝથી શરૂ થશે. જેની શરૂઆત 24 ફેબ્રુઆરીના રોજ થશે. આ સીરિઝની પહેલી મેચ લખનૌમાં રમાશે. જ્યારે બાકીની બંને મેચ ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સીરિઝની શરૂઆત 4 માર્ચથી થશે અને પહેલી ટેસ્ટ મોહાલીમાં રમાશે. જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બેંગ્લુરુમાં રમાશે. પહેલી ટી20 મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાં સુકાનીને લઇને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેણે કહ્યું કે, “આ ઘણી સન્માનની વાત છે અને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ માટે સુકાની પદ સંભાળવું તે હંમેશા શાનદાર એહસાસ હોય છે. જોકે તેની સાથે ઘણા પડકારો પણ સામે આવે છે. હું ટીમનું સુકાની પદ સંભાળીને ખુશ છું. અમારી પાસે ઘણા બધા ખેલાડીઓ છે, એટલા માટે હું તે બધાને મેદાન પર લઇ આવવા માંગું છું અને તેનું શું પરિણામ આવી શકે છે તે જોવા ઉત્સુક છું.

શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટેની ટીમઃ
રોહિત શર્મા (સુકાની), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, રિષભ પંત, કે.એસ. ભરત, આર. અશ્વિન (ફિટનેસ), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ઉપ સુકાની), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.

શ્રીલંકા સામે 4 માર્ચથી શરૂ થનાર 2 મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ રોહિત શર્માનું આ પહેલું અસાઇનમેન્ટ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી ટેસ્ટ ટીમમાં એક મહત્વપુર્ણ સભ્ય બની ગયો છે. ટીમના મુખ્ય ખેલાડીઓમાં તેનું નામ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news