ગુજરાત બજેટ 2019: ગ્રીન એન્ડ ક્લીન એનર્જી અંતર્ગત સોલાર રૂફટોપ સ્કીમમાં 40 ટકા સબસિડી
ગુજરાત સરકારનું બજેટ 2019-20 રજૂ કરતાં નાણામંત્રી નીતિન પટેલે ગ્રીન એન્ડ ક્લિન એનર્જી પર વધુ ભાર મુક્યો છે. સોલાર રૂફ ટોપ યોજનામાં 40 ટકા સુધી સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ઔદ્યોગિક અને વેપાર ધંધા ધરાવતું રાજ્ય છે. જેમાં 16 લાખ 54 હજાર ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે ઉંચી સબસિડી આપીને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. ગુજરાતના બધા જ ઘરો વીજ કનેક્શન ધરાવે છે. આમ ગુજરાત મોટા પ્રમાણમાં વીજ વપરાશ કરતું રાજ્ય છે. નરેંદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરવામાં આવેલી જ્યોતિગ્રામ યોજનાથી રાજ્યના ગામડાઓમાં સતત વિજળી પુરી પાડવામાં આવી રહી છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાત ઔદ્યોગિક અને વેપાર ધંધા ધરાવતું રાજ્ય છે. જેમાં 16 લાખ 54 હજાર ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે ઉંચી સબસિડી આપીને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. ગુઅજ્રાતના બધા જ ઘરો વીજ કનેક્શન ધરાવે છે. આમ ગુજરાત મોટા પ્રમાણમાં વીજ વપરાશ કરતું રાજ્ય છે. નરેંદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરવામાં આવેલી જ્યોતિગ્રામ યોજનાથી રાજ્યના ગામડાઓમાં સતત વિજળી પુરી પાડવામાં આવી રહી છે.
ગ્રીન એન્ડ ક્લીન એનર્જી
આગામી સમયમાં વધતી જતી ઉર્જાને માંગને પહોંચી વળવા તેમજ પર્યાવરણની જાળવણી માટે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત મારફતે ગ્રીન એન્ડ ક્લીન એનર્જી ઉત્પન્ન કરવાના લાંબાગાળા આયોજન સરકારે અમલમાં મુક્યા છે. આગામે વર્ષોમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સૌર અને પવન ઉર્જા આધારિત વીજ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી એ સ્તરે પહોંચવા માંગે છે કે ગુજરાત પોતાની જરૂરિયાતો સાથે સાથે દેશના અન્ય રાજ્યોની જરૂરિયાત પણ પૂર્ણ કરે.
વર્ષ 2013માં ગુજરાતની રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 4126 મેગાવોટ હતી, જે આજે 8885 મેગાવોટ છે. જેને 2020 સુધીમાં 30,000 મેગાવોટ સુધી લઇ જવાનું આયોજન છે. જેમાંથી 20 હજાર મેગાવોટનો ગુજરાતમાં કરવામાં આવશે અને 10 હજાર મેગાવોટ વીજળી અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે.
આ વર્ષે 2 લાખ પરિવારો પોતાના ઘર ઉપર સૌર ઉર્જાની પેનલ લગાવે અને તેમાંથી ઉત્પન્ન થતી ગ્રીન, ક્લીન અને સસ્તી વિજળી પોતાના વપરાશમાં ઉપયોગ કરે તેમજ વધારાની વિજળી ગ્રીડમાં આપીને તેની આવક મેળવે તે પ્રમાણેની નવી સોલાર રૂફટોપ યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ 3 કિલોવોટ સુધીની સિસ્ટમ બેસાડનાર પરિવારને નક્કી કરવામાં આવેલી કિંમત પર 40 ટકાની સબસિડી અને 3 થી 10 કિલોવોટ સુધીની સિસ્ટમ લગાવનાર પરિવારને 20 ટકાની સબસિડી આપવામાં આવશે. આ યોજના માટે રૂપિયા 1000 કરોડની જોગવાઇ કરવામાં આવી.
પર્યાવરણના જતન સાથે વિકાસ
અમદાવાદ, વડોદરા અને જેતપુરના હજારો ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તે પાણી ઉંડા દરિયામાં વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવાની પાઇપલાઇન પીપીપીના ધોરણે નાખવામાં આવશે. જેથી નદીમાં થતું પ્રદૂષણ અટકશે. કુલ અંદાજે રૂપિયા 2275 કરોડની આ યોજનાઓ માટે આ વર્ષે રૂપિયા 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે