રોહિત શર્મા યો-યો ટેસ્ટમાં પાસ, હવે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે

રોહિત શર્માએ યો-યો ટેસ્ટ પાસ કરી લેતા ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ આવી ગયું છે. 

 

રોહિત શર્મા યો-યો ટેસ્ટમાં પાસ, હવે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે

બેંગલુરૂઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. બુધવારે બેંગલુરૂના એનસીએમાં યો-યો ટેસ્ટ પાસ કર્યા બાદ હવે તે ટીમ ઈન્ડિયા સાથે બ્રિટનના પ્રવાસે જશે. 

રોહિત શર્માએ પોતે યો-યો ટેસ્ટ પાસ કરવાની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટ શેર કરતા લખ્યું, યો-યો ટેસ્ટ ક્લિયર હવે જલ્દી આયર્લેન્ડમાં મળીશું. 

મહત્વનું છે કે, રોહિત શર્માના સ્ટેન્ડબાય તરીકે અંજ્કિય રહાણેને રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે રોહિતે યો-યો ટેસ્ટ પાસ કરી લેતા આ તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે. 

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

આ પહેલા ઈંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદ થયેલા ખેલાડીઓએ 15 જૂને યો-યો ટેસ્ટ પાસ કરી લીધો હતો. આ ટેસ્ટ રોહિત શર્મા ગેરહાજર રહ્યો હતો. રોહિત એક ઘડિયાળના બ્રાન્ડ દૂત તરીકે રૂસમાં હતો અને તેણે બીસીસીઆઈ પાસેથી 15 જૂને ટેસ્ટમાં ભાગ ન લેવાની મંજૂરી મેળવી લીધી હતી. 

ત્યારે તે વાત સ્પષ્ટ થતી ન હતી કે તેની ફિટનેસ ટેસ્ટની તારીખ સતત કેમ બદલી રહી છે. કેપ્ટન વિરાટ કોહલી સિવાય વનડેમાં રોહિત શર્મા ટીમનો બીજો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે અને આગામી ઈંગ્લેન્ડના પ્રવાસમાં તેના પર નિર્ધારિત ઓવરોમાં મહત્વની ભૂમિકા ભજવવાની આશા છે. 

બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, રોહિત શર્મા ઈંગ્લેન્ડ પહોંચીને આ ફિટનેસ ટેસ્ટ દેવા ઈચ્છતો હતો, પરંતુ બીસીસીઆઈએ કહ્યું કે, આ ટેસ્ટ ભારતમાં જ અનિવાર્ય છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news