IPL 2019: રોહિત શર્માએ પગથી બચાવી પોતાની વિકેટ, ગ્રાઉન્ડમાં હસવા લાગ્યા લોકો

ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 12ના એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પોતાની વિકેટ બચાવવા માટે એક ચાલાક આઈડિયો અપનાવ્યો અને સફળ પણ રહ્યો હતો.
 

IPL 2019: રોહિત શર્માએ પગથી બચાવી પોતાની વિકેટ, ગ્રાઉન્ડમાં હસવા લાગ્યા લોકો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 12ના એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પોતાની વિકેટ બચાવવા માટે એક ચાલાક આઈડિયો અપનાવ્યો અને સફળ પણ રહ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં તેની આ ચાલાતી પર બધા હસવા લાગ્યા હતા. રોહિત શર્મા પણ પોતાનું હાસ્ય રોકી શક્યું નહતું. પરંતુ તેના થોડા સમય બાદ તે 47 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. 

હકીકતમાં હિટમેનના નામથી જાણીતા રોહિત 44 રન પર રમી રહ્યો હતો. ઈનિંગની 10મી ઓવરમાં કૃષ્ણપ્પા ગૌતમનો એક બોલ પર તે પગનો ઉપયોગ કરીને મોટી હિટ લગાવવા ઈચ્છતો હતો. તે 2-3 ડગલા આગળ વધી ગયો, પરંતુ ગૌતમે ચાલાકી દેખાડતા બોલને લેગ સ્ટમ્પની બહાર કરી દીધો હતો. તેવામાં રોહિત શર્માએ સમજદારીનો ઉપયોગ કર્યો અને શરીરથી ઘણો બહાર જતા બોલ પર લત મારી દીધી હતી. 

— GreatDingo (@GreatDingo007) April 13, 2019

રોહિતને તે ખ્યાલ હતો કે શોટ લગાવવા માટે બોલ સુધી નહીં પહોંચી શકે અને શોટ ચુકશે તો બોલ પહેલા ક્રીઝ પર પહોંચવાની સંભાવના ઓછી હતી. બોલ જો વિકેટકીપર પાસે પહોંચ્યો હોત તો સ્ટંમ્પ આઉટ થવાની સંભાવની બની જાત. તેવામાં તેણે બોલને પગથી ઉડાવતા વિકેટ બચાવી લીધી હતી. આમ કરતા તે પણ પોતાનું હસવાનું રોકી શક્યો નહતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news