RR vs GT: પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગુજરાત, રાજસ્થાનને 37 રનથી આપી માત

ગુજરાત ટાઇટન્સે ડીવાઇ પાટીલ સ્ટેડડિયમમાં રમાયેલી ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ) મેચમાં રાજસ્થાન રોયલને 37 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન વિરૂદ્ધ આઇપીએલની મેચમાં ચાર વિકેટના નુકસાને 192 રન બનાવ્યા અને રાજસ્થાન રોયલ્સ સામે 193 રનનો ટાર્ગેટ મુક્યો હતો.

RR vs GT: પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગુજરાત, રાજસ્થાનને 37 રનથી આપી માત

મુંબઇ: ગુજરાત ટાઇટન્સે ડીવાઇ પાટીલ સ્ટેડડિયમમાં રમાયેલી ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ) મેચમાં રાજસ્થાન રોયલને 37 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન વિરૂદ્ધ આઇપીએલની મેચમાં ચાર વિકેટના નુકસાને 192 રન બનાવ્યા અને રાજસ્થાન રોયલ્સ સામે 193 રનનો ટાર્ગેટ મુક્યો હતો. પહેલીવાર આઇપીએલમાં ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમનો આ અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે. જેનો પીછો કરતાં જોસ બટલરે તોફાની ઇનિંગ રમી હતી. જોસ બટલરે 24 બોલમાં 225 ની સ્ટ્રાઇક રેટ સથે 54 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા અને 3 સિક્સર સામેલ છે. 

ગુજરાત ટાઇટન્સ તાફથી લોકી ફર્ગ્યૂસને સૌથી શાનદાર બોલીંગ કરી. તેમણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેમાં જોસ બટલર, આર અશ્વિન અને રિયાન પરાગની વિકેટ સામેલ છે. જ્યારે યશ દયાળે 4 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 

પાંડ્યાએ રમી આક્રમક ઇનિંગ
હાર્દિક પંડ્યાએ રાજ્સ્થાનના બોલરોની જોરદાર ધોલાઇ કરી હતી. હાર્દિક પંડ્યાએ 52 બોલમાં અણનમ 87 રન બનાવ્યા. જેમાં 8 ચોગ્ગા અને 4 સિક્સર સામેલ છે. હાર્દિક પંડ્યાને અભિનવ મનોહર અને ડેવિડ મિલરનો સારો સાથ મળ્યો. મેથ્યૂ વેડ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. વિજય શંકર અને શુભમન ગિલ પણ કોઇ કમાલ કરી શકી નહી. 

બટલરની મહેનત ગઇ બેકાર
આ મેચમાં જોસ બટલરની મહેનત એકદમ બેકાર ગઇ. બટલરે રાજસ્થાનને સારી શરૂઆત અપાવી હતી. બટલરે 24 બોલમાં 54 રનની સારી ઇનિંગ રમી. આ દરમિયાન તેમણે 8 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી. 

ગુજરાતના બોલરોએ કરી કમાલ
ગુજરાતના બોલરોએ આ મેચમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. ગુજરાત તરફથી યશ દયાળ અને લોકી ફર્ગુસને 3-3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને મોહમંદ શમીને 1-1 વિકેટ મળી હતી. ગુજરાતના બોલરો આગળ રાજસ્થાન બોલરોની એક ચાલી ન હતી અને પોતાની વિકેટ ગુમાવતા રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news