VIDEO: સચિન તેંડુલકરે 'વિરાટ એન્ડ કંપની'ને કરી એક ખાસ વિનંતી

સચિને પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સચિન કહી રહ્યો છે, વિશ્વ કપ દર ચાર વર્ષમાં એકવાર આવે છે. વર્ષ 2011 વનડે વિશ્વકપને આજે 8 વર્ષ થઈ ગયા છે.

VIDEO: સચિન તેંડુલકરે 'વિરાટ એન્ડ કંપની'ને કરી એક ખાસ વિનંતી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 2 એપ્રિલનો દિવસ અમર થઈ ગયો છે. વર્ષ 2011માં 2 એપ્રિલના ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં શ્રીલંકાને 6 વિકેટથી પરાજય આપીને 28 વર્ષ બાદ બીજી વખત વનડે વિશ્વ કપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. શ્રીલંકા વિરુદ્ધ ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સિક્સ ફટકારીને ભારતને જીત અપાવી હતી. વિશ્વ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીએ એક વાત કહી હતી કે, તે બધા દેશ અને ખાસ કરીને સચિન માટે વિશ્વ કપ જીતવા ઈચ્છતા હતા. સચિન તેંડુલકરે 2 એપ્રિલના દિવસે 2011 વનડે વિશ્વકપની યાદો તાજી કરતા વિરાટ કોહલી અને તેની ટીમને ઈંગ્લેન્ડમાં યોજાનારા 2019 વનડે વિશ્વકપ માટે એક સંદેશ આપ્યો હતો. 

BCCI લોગોમાં 3 સ્ટારને 4 સ્ટાર થતાં જોવા ઈચ્છે છે સચિન
સચિને પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સચિન કહી રહ્યો છે, વિશ્વ કપ દર ચાર વર્ષમાં એકવાર આવે છે. વર્ષ 2011 વનડે વિશ્વકપને આજે 8 વર્ષ થઈ ગયા છે. વધુ એક વિશ્વ કપ આવી રહ્યો છે. મને ખ્યાલ છે કે, હજુ સુધી આપણી ટીમની જાહેરાત થઈ નથી. પરંતુ જે પણ ટીમ વિશ્વ કપમાં જશે, તે આપણી ટીમ હશે. જો તમે ભારતીય ટીમની જર્સી પર લાગેલા બીસીસીઆઈના લોગોને ધ્યાનથી જોશો તેમાં ત્રણ સ્ટાર બની ગયા છે.  આ ત્રણ સ્ટાર વિશ્વ કપનું ટાઇટલ દર્શાવે છે તો આપણે આ વખતે ત્રણને ચાર બનાવવા છે. હું આ થતું જોવા ઈચ્છુ છું. આગળ વધો અને અમારી ટીમને સ્પોર્ટ કરો. ટીમ ઈન્ડિયાને મારી શુભકામનાઓ. 

— Sachin Tendulkar (@sachin_rt) April 2, 2019

મારા કરિયરમાં 2 એપ્રિલ, 2011થી સૌથી મોટો દિવસ
સચિન તેંડુલકરે આ વીડિયોમાં તે પણ કહ્યું કે વર્ષ 2011ના વનડે વિશ્વ કપમાં 2 એપ્રિલ એટલે કે ફાઇનલવાળો દિવસ તેના ક્રિકેટ કરિયરનો સૌથી મોટો દિવસ હતો. તેણે કહ્યું, 2 એપ્રિલ 2011, ઈમાનદારીથી કહું તો મને નથી ખ્યાલ કે ક્યાંથી શરૂ કરવું જોઈએ, મારે શું કહેવું જોઈએ અને ક્યાં પોતાની વાત પૂરી કરવી જોઈએ. તે દિવસ અમારા માટે સૌથી મોટો દિવસ હતો. હું મારા વિશે જણાવી શકું છું. મારી જિંદગીનો મોટો સમય ક્રિકેટના મેદાનમાં પસાર થયો. મેં મારા ક્રિકેટ કરિયરમાં તે દિવસથી મોટો દિવસ જોયો નથી. ઉલ્લેખનીય છે કે 2011ના વનડે વિશ્વ કપ ફાઇનલમાં ગૌતમ ગંભીરના 97 રન અને એમએસ ધોનીના અણનમ 91 રનની મદદથી ભારતે બીજીવાર 28 વર્ષ બાદ બીજીવાર ટાઇટલ જીત્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news