WTC Final: સચિન તેંડુલકરે શોધ્યુ ભારતની હારનું કારણ, આ કારણે ચુકી ગઈ ટીમ ઈન્ડિયા

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) ના ફાઇનલમાં ભારતની હાર બાદ સચિન તેંડુલકરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, માત્ર 10 બોલમાં પુજારા અને વિરાટની વિકેટ ગુમાવવી ટીમને ભારે પડી.

WTC Final: સચિન તેંડુલકરે શોધ્યુ ભારતની હારનું કારણ, આ કારણે ચુકી ગઈ ટીમ ઈન્ડિયા

સાઉથમ્પ્ટનઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શળનને કારણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) ના ફાઇનલ મુકાબલામાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને દિગ્ગજ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ જણાવ્યું કે, આખરે ટીમ ઈન્ડિયાએ કેમ પરાજયનો સામનો કરવો પડ્યો. 

સચિન તેંડુલકરનું નિવેદન
સચિન તેંડુલકરે કહ્યુ કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ત્રીજા ક્રમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વિકેટ બે ઓવરના અંતરમાં પડવાથી ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર પૂર્વ ખેલાડીએ કહ્યું કે, બ્લેકકેપના નામથી જાણીતી ન્યૂઝીલેન્ડ શાનદાર ટીમ છે.

As I had mentioned the first 10 overs will be crucial & 🇮🇳 lost both Kohli & Pujara in the space of 10 balls & that put a lot of pressure on the team. pic.twitter.com/YVwnRGJXXr

— Sachin Tendulkar (@sachin_rt) June 23, 2021

તેંડુલકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે બ્લેક કેપ્સને શુભેચ્છા. તે સારી ટીમ હતી. સચિને આગળ લખ્યુ- ટીમ ઈન્ડિયા પોતાના પ્રદર્શનથી નારાજ હશે. જેમ મેં ઉલ્લેખ કર્યો હતો કે પ્રથમ 10 ઓવર મહત્વપૂર્ણ હશે અને ભારતે કોહલી અને પુજારા બન્નેને 10 બોલમાં ગુમાવી દીધા. તેનાથી ટીમ પર વધુ દબાવ આવી ગયો હતો. 

મહત્વનું છે કે કોહલી અને પુજારા બન્ને કાઇલ જેમીસનનો શિકાર બન્યા હતા. તેને છઠ્ઠા દિવસે પણ પિચમાંથી મદદ મળી, જે રિઝર્વ ડે હતો. તેણે 35મી ઓવરના પાંચમાં બોલ પર કોહલી અને 37મી ઓવરના ત્રીજા બોલ પર પુજારાને આઉટ કર્યો હતો.

Virat Kohli પાસેથી છીનવાઈ જશે કેપ્ટનશીપ! શું સાચી પડી આ ખેલાડીની ભવિષ્યવાણી?

ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય
ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 217 તો બીજી ઈનિંગમાં 170 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે કીવી ટીમને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે કેન વિલિયમસન અને રોસ ટેલરની 96 રનની ભાગીદારીથી 2 વિકેટના ભોગે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news