CWG 2018: બેડમિન્ટનમાં સિંધુને હરાવીને સાઈનાએ જીત્યો ગોલ્ડ મેડલ

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ  કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ મુકાબલો હતો. બેડમિન્ટનની સિંગલ્સની ફાઈનલમાં ભારતીય ખેલાડી પીવી સિંધુ અને સાઈના નેહવાલ આમને સામને હતાં.

CWG 2018: બેડમિન્ટનમાં સિંધુને હરાવીને સાઈનાએ જીત્યો ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ  કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ મુકાબલો હતો. બેડમિન્ટનની સિંગલ્સની ફાઈનલમાં ભારતીય ખેલાડી પીવી સિંધુ અને સાઈના નેહવાલ આમને સામને હતાં. આ મુકાબલામાં ભારત માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ પાક્કા જ હતાં પરંતુ લોકોની નજર એ વાત પર હતી કે બંને ભારતીય સ્ટાર ખેલાડીઓમાંથી ગોલ્ડ કોણ લઈ જશે. જો કે આ  મોટા મુકાબલામાં સાઈના નેહવાલ પીવી સિંધુ પર ભારે પડી અને ગોલ્ડ લઈ  ગઈ.

લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલે હમવતન અને રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુને સીધી ગેમ્સમાં 21-18, 21-21થી હરાવીને ગોલ્ડ જીત્યો. સાયના કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે. સિંધુએ હારના કારણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. વર્લ્ડ નંબર 2 સાયનાએ આ અગાઉ 2010માં દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હત્યો.

— Doordarshan Sports (@ddsportschannel) April 15, 2018

સાયનાએ સિંધુને 56 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં માત આપીને કોમનવેલ્થ ગેમ્સનો બીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. સાયનાએ પહેલા ગેમની શરૂઆત સારી કરી. તેણએ 8-4થી લીડ લીધી. વધુ અનુભવ હોવાના કારણે સાયનાએ સિંધુને વધારે અંક લેવા દીધા નહીં. જો કે સિંધુએ વાપસીની ભરપૂર કોશિશ કરી.અને સ્કોર 18-20 કર્યો પરંતુ અહીં સાયનાએ એક અંક લઈ લેતા ગેમ 21-18થી પોતાના નામે કરી.

બીજી ગેમમાં વર્લ્ડ નંબર 3 સિંધુએ સારી શરૂઆત કરી હતી. તેણે 7-5ની લીડ લીધી. સાયનાએ અંક લેતા સ્કોર 8-10 કર્યો. સિંધુએ અહીં ફરીથી લીડ લીધી 16-14નો સ્કોર કર્યો. પરંતુ સાયનાએ  અનુભવનો ફાયદો ઉઠાવતા શાનદાર વાપસી કરી અને સ્કોર 20-20 કર્યો.

ત્યારબાદ સાયનાએ ફરી એકવાર 21-20થી લીડ લીધી. સિંધુએ ફરી એક અંક લઈને 21-21 પર સ્કોર બરાબર કર્યો. પરંતુ સાયનાએ બે અંક મેળવી લેતા બીજી ગેમ 23-21થી પોતાના નામે કરી અને ગોલ્ડ પર કબ્જો જમાવ્યો. સિંધુએ સિલ્વર મેડલ જીત્યો.

વર્લ્ડ નંબર વન ભારતીય ખેલાડી શ્રીકાંત ગોલ્ડ ચૂક્યો

વર્લ્ડ નંબર વન ખેલાડી કિદાંબી શ્રીકાંતને છેલ્લા દિવસે પુરુષોના સિંગ્લ્સ સ્પર્ધાની ફાઈનલમાં ઉલટફેરનો શિકાર થવું પડ્યું. જેના કારણે તેઓ ગોલ્ડ મેડલ ચૂકી ગયા અને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. શ્રીકાંતને મલેશિયાના દિગ્ગજ લી ચોંગ વેઈએ હરાવ્યો અને કોમનવેલ્થ ગેમ્સમાં પાંચમો સુવર્ણ મેળવ્યો. આ જ કારણે ભારતીય ખેલાડીએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

— #MahanatiTeaser (@Ganeshdhonii) April 15, 2018

વર્લ્ડ નંબર 7 લીએ શ્રીકાંતને એક કલાક અને પાંચ મિનિટ ચાલેલી મેચમાં 19-21, 21-14 , 21-14થી હરાવ્યો. શ્રીકાંતે આ અગાઉ મિક્સ ટીમમાં લીને હરાવ્યો હતો પરંતુ અહીં હારનો સામનો કરવો પડ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news