ઓલિમ્પિક મેડાલિસ્ટ સાક્ષી મલિકે માગી માફી, નેશનલ કેમ્પમાં થઈ વાપસી

ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) તરફથી મળેલી કારણ દર્શાવો નોટિસનો જવાબ આપ્યા બાદ ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય રેસલર સાક્ષી મલિકને લખનઉ સ્થિત ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી (સાઈ)માં ચાલી રહેલા રાષ્ટ્રીય કેમ્પમાં ફરી સામેલ કરી લેવામાં આવી છે. 
 

ઓલિમ્પિક મેડાલિસ્ટ સાક્ષી મલિકે માગી માફી, નેશનલ કેમ્પમાં થઈ વાપસી

નવી દિલ્હીઃ ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) તરફથી મળેલી કારણ દર્શાવો નોટિસનો જવાબ આપ્યા બાદ ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય રેસલર સાક્ષી મલિકને લખનઉ સ્થિત ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી (સાઈ)માં ચાલી રહેલા રાષ્ટ્રીય કેમ્પમાં ફરી સામેલ કરી લેવામાં આવી છે. સાક્ષી પર અનુશાસન તોડવાનો આરોપ હતો અને તેના માટે ડબ્લ્યૂએફઆઈએ તેને કારણ દર્શાવો નોટિસ પાઠવી હતી. 

સાક્ષીની સાથે સાથે સીમા બિસલા (50 કિલો ભારવર્ગ), કિરણ (76 કિલો ભારવર્ગ) તે ત્રણ રેસલરોમાં સામેલ છે, જેને ડબ્લ્યૂએફઆઈએ રાષ્ટ્રીય કેમ્પમાથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ ત્રણેય પહેલવાન આગામી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પહેલા જ ક્વોલિફાઇ કરી ચુકી છે. ડબ્લ્યૂએફઆઈના સચિવ વિનોદ તોમરે સોમવારે કહ્યું કે, આ ત્રણેય રેસલર રક્ષાબંધનના તહેવાર પર પોત-પોતાના ઘરે ગઈ હતી. 

માગી માફી
તોમરે કહ્યું, 'સાક્ષીએ જણાવ્યું કે, તે તહેવાર માટે ઘરે ગઈ હતી. તેણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે અને કહ્યું કે, તેણે આ માટે મંજૂરી લેવાની જરૂર હતી. સીમા અને કિરણે પણ આ કારણ દર્શાવ્યું છે. તેણે કારણ દર્શાવો નોટિસનો જવાબ આપી દીધો છે અને માફી માગી લીધી છે. તેથી તે ફરીવાર કેમ્પમાં છે.'

લખનઉના ભારતીય રમત સંસ્થાના નેશનલ કેમ્પથી 45 માથી 25 ખેલાડી મંજૂરી વગર ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગેરહાજર હોવાના કારણ વિશે જાણકારી ન હોવા બાદ આ બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તોમરે કહ્યું કે, તમામ રેસલરોએ ફેડરેશનને પોતાનો જવાબ આપી દીધો છે અને હવે તેને કહેવામાં આવ્યું છે કે તે ફરીથી કેમ્પમાં સામેલ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news