સ્મિથના હુટિંગ પર ઓસ્ટ્રેલિયન PM બોલ્યા- લોર્ડ્સના દર્શકોએ એશિઝને બદનામ કરી
સ્મિથને પ્રથમ ઈનિંગમાં જોફ્રા આર્ચરનો બોલ વાગ્યો હતો. ત્યારે તે રિટાયર્ડ હર્ટ થઈને બહાર ચાલ્યો હતો. થોડા સમય બાદ તે પરત ફર્યો અને 92 રન બનાવી આઉટ થયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને સોમવારે એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં લોર્ડ્સના મેદાન પર કરવામાં આવેલી સ્ટીવ સ્મિથના હુટિંગની નિંદા કરી છે. આ મેચ ડ્રો રહી જેમાં સ્મિથ બીજી ઈનિંગમાં ઈજાને કારણે બહાર રહ્યો હતો.
સ્મિથને પ્રથમ ઈનિંગમાં જોફ્રા આર્ચરનો બોલ વાગ્યો હતો. ત્યારે તે રિટાયર્ડ હર્ટ થઈને બહાર ચાલ્યો હતો. થોડા સમય બાદ તે પરત ફર્યો અને 92 રન બનાવી આઉટ થયો હતો.
સ્મિથ જ્યારે મેદાન છોડીને જઈ રહ્યો હતો અને જ્યારે મેદાન પર પરત આવી રહ્યો હતો, આ બંન્ને સમયે દર્શકોએ તેનું ઉભા થઈને અભિવાદન કર્યું, પરંતુ દર્શક દીર્ધામાં રહેલા એક સમૂહે તેનો હુરીયો બોલાવ્યો હતો.
મોરિસને પોતાના ફેસબુક પર લખ્યું, 'બીજી ટેસ્ટ ડ્રો રહી પરંતુ લોર્ડ્સના દર્શકોએ સ્ટીવ સ્મિથનો હુરીયો બોલાવીને એશિઝને બદનામ કરી દીધી છે.'
તેમણે લખ્યું, 'તેની ટેસ્ટ ક્રિકેટમાં જે રીતે વાપસી રહી છે, ત્યારબાદ તે ઈંગ્લેન્ડમાં માત્ર સન્માનનો હકદાર છે. તે ચેમ્પિયન છે અને આ પ્રકારની વસ્તુનો તેણે ભૂતકાળમાં સામનો કર્યો છે. મને સ્ટીવ સ્મિથ પર ગર્વ છે.'
વડાપ્રધાને આગળ લખ્યું, 'દર્શકોએ સ્મિથ પાસે એક-બે વસ્તુ શીખી લેવી જોઈએ. હું રાહ જોઈ રહ્યો છું કે તેનો જવાબ તે પોતાના બેટ અને બોલથી આપશે અને એશિઝ ઘરે લઈને આવશે.'
આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીઓએ પણ આ ઘટનાની ટીકા કરી હતી. ઈંગ્લેન્ડના સમર્થક સમૂહ બાર્મી આર્મીએ પરંતુ એક નિવેદન જારી કરીને કહ્યું કે, તે આ મામલામાં સામેલ નહતા.
તેણે ટ્વીટ કર્યું, 'અમે લોર્ડ્સ પર નહતા. અમે સ્ટીવ સ્મિથનું હુટિંગ કર્યું નથી. તેને માથઆ પર ઈજા થઈ હતી. અમે તે ઝડપથી સ્વસ્થ થાય તેની કામના કરીએ છીએ.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે