સિલ્વર મેડલ વિજેતા અંજુમ અને અપૂર્વીએ ઓલંમ્પિકની ટિકિટ મેળવી

આઈએસએસએફની  આ મુખ્ય ટૂર્નામેન્ટ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ટોક્યો ગેમ્સની પ્રથમ ઓલંમ્પિક કોટા સ્પર્ધા છે, જેમા 15 સ્પર્ધાઓમાં 60 સ્થાન દાવ પર લાગેલા છે. 

સિલ્વર મેડલ વિજેતા અંજુમ અને અપૂર્વીએ ઓલંમ્પિકની ટિકિટ મેળવી

ચાંગવોનઃ અંજુમ મોદગિલ અને અપૂર્વી ચંદેલાએ સોમવારે આઈએસએસએફ વિશ્વ ચેમ્પિયનશિપની મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ક્રમશઃ સિલ્વર અને ચોથા સ્થાને રહેતા 2020 ટોક્યો ઓલંમ્પિકની ટિકિટ મેળવનારી ભારતીય નિશાનબાજ બની ગઈ છે. 

અંજુમ કોરિયાની હાના ઇમ (251.1) બાદ બીજા સ્થાને રહી. કોરિયાની જ યુનહિયા જુંગે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 

24 વર્ષની અંજુમે 8 શૂટરોના ફાઇનલમાં 248.4 અંકની સાથે સિલ્વર મેડલ જીતીને આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારતની સીનિયર ટીમનું ખાતુ ખોલ્યું હતું. 

અપૂર્વી 207 અંકની સાથે ચોથા સ્થાને રહી પરંતુ તે ટિકિટ મેળવવામાં સફળ રહી, કારણ કે એક દેશ આ સ્પર્ધાથી બે ઓલંમ્પિક ટિકિટ મેળવી શકે છે. 

આઈએસએસએફની  આ મુખ્ય ટૂર્નામેન્ટ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ટોક્યો ગેમ્સની પ્રથમ ઓલંમ્પિક કોટા સ્પર્ધા છે, જેમા 15 સ્પર્ધાઓમાં 60 સ્થાન દાવ પર લાગેલા છે. તેમાં પ્રથમ ક્વોલિફિકેશનમાં અંજુમ અને અપૂર્વી ક્રમશઃ ચોથા અને છઠ્ઠા સ્થાને રહ્યાં હતા. 

પુરૂષ 10 મીટર રાઇફલ સ્પર્ધામાં એશિયન ગેમ્સના મેડલ વિજેતા દીપક કુમાર ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહ્યો જેમાં રૂસ અને ક્રોએશિયાનો દબદબો રહ્યો. ભારતે રવિવારે જૂનિયર સ્પર્ધામાં બે મેડલ જીત્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news