ઈંગ્લેન્ડ સામે હારઃ ધોનીની ઈનિંગથી ગાંગુલી અને નાસિર હુસેન હેરાન
એમએસ ધોની એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાની 31 રનથી હાર બાદ પૂર્વ ક્રિકેટરોના નિશાન પર આવી ગયો છે. પૂર્વ કેપ્ટન ગાંગુલી અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને મેચમાં ધોનીની ઈનિંગ પર સવાલ ઉઠાવ્યા છે.
Trending Photos
બર્મિઘમઃ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની ફરી આલોચકોના નિશાના પર છે. આ વખતે તે રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમેલી ઈનિંગને કારણે નિશાના પર છે. હવે ધોનીની ઈનિંગ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને સવાલ ઉઠાવ્યા છે. ધોનીએ આ મેચમાં 31 બોલ પર અણનમ 42 રન બનાવ્યા, પરંતુ ટીમ ઈન્ડિયા 31 રનથી મેચ હારી ગઈ હતી. 338ના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 5 વિકેટ પર 306 રન બનાવી શકી હતી. આ મેચમાં ધોનીની રણનીતિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.
આ મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું, 'મારી પાસે આ માટે કોઈ સફાઇ નથી. તમે મને સવાલ પૂછશો પરંતુ હું ન જણાવી શકું કે તે કેમ એક-એક રન લઈ રહ્યાં છે. લેંથ અને બાઉન્સે પણ ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યાં છે. તમે 338 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યાં છે પરંતુ તમારી અંતમાં 5 વિકેટ બચે છે તે યોગ્ય નથી. આ માનસિકતા અને તમે મેચને કઈ રીતે જુઓ છો તેની વાત છે. સંદેશ સાફ હોવો જોઈએ. બોલ ક્યાં આવી રહ્યો છે કે ક્યાંથી આવી રહ્યો છે, તે વાતનું મહત્વ હોતું નથી. તમારે તે સમયે માત્ર ચોગ્ગા-છગ્ગા જોઈએ.'
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને પણ ધોની પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, 'હું સંપૂર્ણ રીતે હેરાન છું. શું ચાલી રહ્યું છે. ભારતને આ નથી જોતું. તેને રન જોઈએ. તે શું કરી રહ્યાં છે? ભારતના કેટલાક પ્રશંસક મેદાન છોડીને જઈ રહ્યાં છે. ચોક્કસપણે તે ધોનીને મોટા શોટ્સ લગાવતો જોવા ઈચ્છે છે. આ વિશ્વ કપ મેચ છે. તેની બે ટોપ ટીમો રમી રહી છે. ભારતીય પ્રશંસકો ઈચ્છે છે કે તેની ટીમ કંઇક વધુ કરે. તે ઈચ્છે છે કે તેની ટીમ લડાઈ લડે. જીત માટે જોખમ લે.'
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે પણ ધોનીના વલણને ચોંકવનારૂ ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ ધોનીનો બચાવ કર્યો હતો. કોહલીએ કહ્યું હતું, 'મને લાગે છે કે ધોની પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ બાઉન્ડ્રી ન લગાવી શક્યો. ઈંગ્લેન્ડના બોલર પણ સારી બોલિંગ કરી રહ્યાં હતા અને બોલ રોકાઇને આવી રહ્યો હતો, તેથી અંતમાં બેટિંગ કરવી મુશ્કેલ થઈ રહી હતી.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે