Box Office પર આર્ટિકલ 15ની મક્કમ દોડ, ત્રણ દિવસમાં આટલા કરોડની કમાણી
આ ફિલ્મની વાર્તા 2014માં ઉત્તરપ્રદેશના બદાયુંમાં બનેલી એક ઘટના છે. આ ઘટનામાં બે છોકરીઓના મૃતદેહ ઝાડ સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી : જૂનના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થયેલી આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15એ બોક્સઓફિસમાં ત્રણ દિવસમાં 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે અને ઝી સ્ટુડિયોએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના લીડ રોલમાં છે. ફિલ્મમાં તેના સિવાય ઇશા તલવાર, એમ નાસ્સર, મનોજ પાહવા, સયાની ગુપ્તા અને કુમુદ મિશ્રા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આંકડા શેયર કરીને માહિતી આપી છે કે ફિલ્મે શુક્રવારે 5.02 કરોડ રૂપિયા, શનિવારે 7.25 કરોડ રૂપિયા અને રવિવારે 7.77 કરોડ રૂપિયાની કમાણી કરીને કુલ 20.04 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
#Article15 has a healthy weekend... Ample growth on Day 2 and 3... Metros strong, driving its biz... #KabirSingh wave + #INDvENG #CWC19 cricket match [on Sun] restrict overall growth... Weekdays crucial... Fri 5.02 cr, Sat 7.25 cr, Sun 7.77 cr. Total: ₹ 20.04 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) 1 July 2019
આ ફિલ્મની વાર્તા 2014માં ઉત્તરપ્રદેશના બદાયુંમાં બનેલી એક ઘટના છે. આ ઘટનામાં બે છોકરીઓના મૃતદેહ ઝાડ સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા. 14 અને 15 વર્ષની બે પિતરાઈ બહેનો 27 મે, 2014ની રાત્રે પોતાના ઘરથી ગુમ થઈ ગઈ હતી અને તેમના મૃતદેહ ગામના ઝાડ પર લટકતા મળ્યા હતા. આ બે દલિત છોકરીઓ સાથે થયેલા અપરાધ પાછળ જ્ઞાતિનો મુદ્દો જવાબદાર હતો. આ મામલામાં ઉંચી જ્ઞાતિના પાંચ છોકરાઓ પર આરોપ હતો. આ મામલામાં ગામલોકોએ પોલીસ તેમજ સપા સરકાર સામે પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં પાંચ લોકોની રેપ અને મર્ડરના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ચર્ચા છે કે આ અનુભવ સિંહાએ આ ઘટનાને આધાર બનાવીને ફિલ્મ બનાવી છે.
અનુભવ સિંહાની ‘આર્ટિકલ 15’ને એક ક્રાઈમ થ્રિલરની જેમ બનાવાઈ છે. ફિલ્મ તમને સામાજિક સ્થિતિ અંગે વિચારતા કરી દે છે. તેમાં ઈવાન મુલીગને શાનદાર સિનેમેટોગ્રાફી કરી છે. ફિલ્મમાં આયુષ્માન સાથે મનોજ પાહવા, કુમુદ મિશ્રા અને મહોમ્મદ જીશાન અયુબે પણ વખાણવાલાયક પરફોર્મન્સ આપ્યું છે. ‘આર્ટિકલ 15’ એક મજબૂત ફિલ્મ છે જે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે