સાઉથ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે લીધો વિશ્વકપ બાદ સંન્યાસનો નિર્ણય

તાહિરે કહ્યું કે, હું હંમેશા વિશ્વકપ રમવા ઈચ્છુ છું અને એક ખેલાડી તરીતે આ ટૂર્નામેન્ટ રમવી મારા માટે એક મોટી સિદ્ધિ છે. 
 

સાઉથ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે લીધો વિશ્વકપ બાદ સંન્યાસનો નિર્ણય

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના 40 વર્ષના લેગ સ્પિનર ઇમરાન તાહિસે વિશ્વકપ 2019 બાદ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ઇમરાન તાહિરે સોમવારે કહ્યું કે, ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ બાદ તે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. પરંતુ ઇમરાને તે વાતને સમર્થન આપ્યું કે, તે સાઉથ આફ્રિકા તરફથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં રમશે. તાહિરે શ્રીલંકા વિરુદ્ધ રવિવારે રમાયેલી મેચમાં પોતાની ટીમને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. 

સીએસએએ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, તાહિરે કહ્યું તે વિશ્વકપ બાદ ફ્રીલાન્સ ક્રિકેટરના રૂપમાં પોતાની ભવિષ્યની પુનસમીક્ષા કરશે. તાહિરે કહ્યું કે, હું હંમેશા વિશ્વકપ રમવા ઈચ્છુ છું. સાથે તેણે કહ્યું કે, વિશ્વકપની ટીમમાં ભાગ લેવો કોઈપણ ખેલાડી માટે ગર્વની વાત છે. આ ટૂર્નામેન્ટ રમવી મારા માટે એક મોટી સિદ્ધિ છે. ઇમરાને કહ્યું કે, વિશ્વકપ બાદ વનડેમાંથી નિવૃતી લેવાનો છું તેથી મેં દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડને મારો કરાર ત્યાં સુધી માટે કરવાનું કહ્યું છે. 

આફ્રિકન બોલરે કહ્યું, ત્યારબાદ સીએસએએ મને વિશ્વભરમાં અલગ-અલગ લીગ રમવાની મંજૂરી આપી દીધી છે. તાહિરે 95 વનડેમાં 156 વિકેટ ઝડપી છે. તે આ પહેલા 2011 અને 2015ના વિશ્વકપમાં પણ સામેલ હતો. આ સિવાય તેણે 2014 અને 2016 વર્લ્ડ ટી20 ટૂર્નામેન્ટમાં પણ ભાગ લીધો હતો. તાહિરે પોતાના ક્રિકેટ કરિયરમાં 20 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 57 વિકેટ ઝડપી છે. તેણે વનડેમાં 3 વખત અને ટેસ્ટમાં 2 વખત પાંચ-પાંચ વિકેટ ઝડપી છે. તો ટી20માં બે વખત પાંચ વિકેટ મેળવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news